Site icon Revoi.in

ખુશખબર! કેન્દ્રીય કર્મચારીઓનું DA 17 ટકાથી વધીને 28 ટકા થઇ શકે

Social Share

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક ખુશખબર છે. કેન્દ્રના કર્મચારીઓનું ડીએ (મોંઘવારી ભથ્થુ) 17 ટકાથી વધીને 28 ટકા થઇ શકે છે.

ટૂંક સમયમાં કેન્દ્ર તમામ કર્મચારીઓને ડીએમાં વધારો મળી શકે છે. સરકારના આ નિર્ણયનો ફાયદો કેન્દ્ર સરકારના 50 લાખથી વધારે કર્મચારીઓ અને 65 લાખથી વધારે પેન્શનર્સને મળશે. ઑલ ઇન્ડિયા કન્ઝ્યૂમર પ્રાઇઝ ઇન્ડેક્સ ડેટા રિલીઝ અનુસાર જાન્યુઆરીથી લઇને જૂન 2021ની વચ્ચે ઓછામાં ઓછા ડીએમાં 4 ટકા વધારો થઇ શકે છે.

ડીએ અમલમાં મૂકાયા બાદ ડીએ 17 ટકાથી વધીને 28 ટકા થઇ શકે છે. જેમાં જાન્યુઆરીથી જૂન 2020 સુધી ડીએમાં 3 ટકા વધારો, જુલાઇથી ડિસેમ્બર 2020 સુધી 4 ટકા વધારો તેમજ જાન્યુઆરીથી જૂન 2021 સુધી 4 ટકાનો વધારો સામેલ છે.

નોંધનીય છે કે વર્તમાન પગારધોરણની વાત કરીએ તો ડીએ બેઝિક સેલેરીના 17 ટકા છે. જ્યારે આમાં વધારો 17થી 28 ટકા થશે તો સેલેરીમાં ઘણો વધારો થઇ જશે. ડીએના અમલ બાદ કેન્દ્રીય કર્મચારીઓનો પ્રોવિડન્ટ ફંડ પણ વધશે.

(સંકેત)

Exit mobile version