Site icon Revoi.in

ખુશખબર! ઇપીએફ પર 8.50% વ્યાજ ડિસે.ના અંત સુધીમાં જમા થઇ શકે

Social Share

નવી દિલ્હી: ઇપીએફઓ તેના 6 કરોડ સભ્યોને આ મહિનાના અંત સુધીમાં મોટી ભેટ આપી શકે છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ડિસેમ્બરના અંત સુધીમાં વર્ષ 2019-20 માટે ઇપીએફ પર 8.50 ટકા વ્યાજ આપે તેવી સંભાવના છે.

અગાઉ ઇપીએફઓએ સપ્ટેમ્બરમાં શ્રમમંત્રી સંતોષ ગંગવારની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તેના સભ્યોને 8.50 ટકા વ્યાજ 8.15 ટકા અને 0.35 ટકા એમ બે ભાગમાં આપવાનો નિર્ણય લીધો હતો. જો કે, હવે સભ્યોને 8.50 ટકા વ્યાજ એક જ સમયમાં મળી શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, શ્રમ મંત્રાલયે નાણાંમંત્રાલયને આ મહિનાની શરૂઆતમાં 2019-20 માટે ઈપીએફ પર વ્યાજ દર 8.50 ટકા કરવા સંમતિ આપવાની દરખાસ્ત મોકલી છે. શ્રમ મંત્રાલયે આ મહિનાના અંત સુધીમાં ઈપીએફઓના સભ્યોના ખાતામાં એક જ હપ્તામાં વ્યાજ જમા કરાવવા પણ દરખાસ્ત મોકલી હતી. નાણા મંત્રાલય કેટલાક દિવસમાં આ દરખાસ્ત મંજૂર કરે તેવી સંભાવના છે.

ઇપીએફનું 8.50 ટકાનું વ્યાજ લોનની આવકમાંથી 8.15 ટકા અને ઇટીએફના વેચાણથી બાકીના 0.35 ટકા વ્યાજથી ડિસેમ્બર 2020 સુધીમાં એક સાથે રિડેપ્શનને આધિન હશે. હાલ બજારની સ્થિતિ આશા કરતાં ઘણી સારી છે. હાલ બેન્ચમાર્ક ઇન્ડેક્સ પણ વિક્રમી ટોચે છે. તેથી 8.50 ટકાનું વ્યાજ એક જ હપ્તામાં ચૂકવવામાં કોઇ સમસ્યા ના હોવી જોઇએ.

નોંધનીય છે કે, આ વર્ષે માર્ચમાં ઈપીએફઓની સર્વોચ્ચ નિર્ણય લેનારા એકમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીસની બેઠકમાં શ્રમ મંત્રી સંતોષ ગંગવારે 2019-20 માટે ઈપીએફ પર 8.50 ટકા વ્યાજ દરને મંજૂરી આપી હતી.

(સંકેત)