Site icon Revoi.in

જો તમારું ખાતું SBI, ICICI, HDFC બેંકમાં હોય તો ચેતી જજો, આ રીતે થઇ શકે છે ફ્રોડ

Social Share

નવી દિલ્હી: જો તમારું પણ ખાતું SBI, ICICI Bank, HDFC Bank, Axis Bank, PNBમાં હોય તો તમારે એલર્ટ રહેવાની આવશ્યકતા છે. એક રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે ઑનલાઇન હેકર્સ આ પાંચ બેંકોના ગ્રાહકોની અંગત જાણકારીઓ હેક કરવા માટે તેમને લાલચ આપીને પ્રલોભિત કરવાની કોશિશ કરી રહ્યા છે.

નવી દિલ્હી સ્થિત થિંક ટેંક સાઇબરપીસ ફાઉન્ડેશન તરફથી સાઇબર સિક્યોરિટી કંપની ઓટોબોક ઇન્ફોસેક સાથે મળીને કરાયેલી એક તપાસમાં ખુલાસો થયો છે. જેમાં કહેવાયું છે કે સાઇબર અપરાધીઓ લોકોને લલચાવી રહ્યા છે કે જો તમારે ટેકસ રિફંડ જોઇએ છે તો એક એપ્લિકેશન મોકલો, આ સંદેશને એક લિંક સાથે મોકલવામાં આવી રહ્યો છે. લિંક પર ક્લિક કરતાની સાથે જ એક નવું પેજ ખુલે છે જે એકદમ આવકવેરા ટેક્સની અસલી વેબસાઇટ જેવું જ દેખાય છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે આ લિંક અમેરિકા અને ફ્રાન્સથી ઓપરેટ થઈ રહી છે જે સાઈબર અપરાધી લોકોની ખાનગી અને બેન્કિંગ જાણકારીઓ ચોરી કરી રહ્યા છે. તેનાથી લોકોના નાણાકીય નુકસાન થવાની આશંકા છે. આ સમગ્ર યોજનામાં ‘http’ પ્રોટોકોલનો ઉપયોગ થઈ રહ્યો છે. સિક્યોર ‘https’ નો નહીં. લોકોને લિંક મોકલીને કહેવાય છે કે Google Playstore ની જગ્યાએ તેઓ કોઈ થર્ડ પાર્ટી સોર્સથી એપ્લીકેશનને ડાઉનલોડ કરે.

લોકોને મોકલવામાં આવેલી લિંકને ક્લિક કરતા જ નવું પેજ ખુલે છે જે બિલકુલ income tax e-filing વેબસાઈટ જેવું દેખાય છે. દરેક રંગના બટન જેના પર લખ્યું હોય છે  ‘Proceed to the verification steps’ ને ક્લિક કરતાની સાથે જ તે તમારી પાસે અનેક જાણકારી માંગે છે, જેમ કે તમારું આખું નામ, PAN, આધાર નંબર, એડ્રસ, પિનકોડ, જન્મતિથિ, મોબાઈલ નંબર, ઈ મેઈલ, લિંગ, બેન્કિંગ જાણકારીઓ જેવી કે એકાઉન્ટ નંબર, IFSC કોડ,  કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ, CVV, CVC અને કાર્ડ પિન વગેરે.

વધતા સાઈબર અપરાધ જોતા સરકાર ઓનલાઈન ફ્રોડ પર સકંજો કસવાની તૈયારીમાં છે. સરકાર ડિજિટલ ઈન્ટેલિજન્સ યુનિટ (DIU) લાવવાની તૈયારીમાં છે. IT મંત્રાલય દ્વારા આ યોજના પર કામ ચાલુ છે. ડિજિટલ ઈન્ટેલિજન્સ યુનિટ પોલીસ, સાઈબર સેલ અને બેન્કો સાથે સામંજસ્ય બેસાડીને કામ કરશે.

તમે આ રીતે ઑનલાઇન ફ્રોડથી બચી શકો છો

(સંકેત)