Site icon Revoi.in

BOBના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, 1 માર્ચ પહેલા કરવું પડશે આ કામ અન્યથા નહીં કરી શકો નાણાંની લેવડ-દેવડ

Social Share

નવી દિલ્હી: જો તમે પણ બેંક ઓફ બરોડામાં ખાતું ધરાવો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. થોડા સમય પહેલા દેના બેંક તેમજ વિજયા બેંકનું BOBમાં મર્જર થયું હતું. ત્યારબાદ આ બેંકોના ગ્રાહક બેંક ઓફ બરોડાના ગ્રાહક બની ગયા હતા. પહેલી માર્ચ બાદથી બેંક પોતાના IFSC કોડમાં ફેરફાર કરવા જઇ રહી છે. તો તમે પણ જલ્દી પોતાનો નવો IFSC કોડ નોંધી લો નહીં તો 1 માર્ચ 2021 બાદ તમે નાણાં ટ્રાન્સફર નહીં કરી શકો.

બેંકે જણાવ્યુ હતું કે પહેલી માર્ચ બાદ ગ્રાહકોના જૂના IFSC Code કામ નહીં કરે. બેંકે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. બેંકે ટ્વીટમાં લખ્યું છે કે, પ્રિય ગ્રાહકો કૃપયા ધ્યાન આપો, ઇ-વિજયા અને ઇ-દેના IFSC Code 1 માર્ચ 2021થી બંધ થવા જઇ રહ્યા છે. ઇ-વિજયા અને દેના બેંકની શાખાઓ પરથી તમે નવા IFSC Code પ્રાપ્ત કરી લો. ચરણોનું પાલન કરો અને સુવિધાઓનો અનુભવ લો.

જો તમે પણ IFSC કોડને લઇને કોઇ મુશ્કેલી અનુભવી રહ્યા છો તો તમે 1800 258 1700 આ ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકો છો કે પછી તમે બેંકની બ્રાંચ પર પણ વિઝિટ કરી શકો છો.

મેસેજ કરીને મેળવો માહિતી

આ ઉપરાંત તમે મેસેજ પણ મોકલી શકો છે. મેસેજમાં આપને લખવાનું છે “MIGR Last 4 digits of the old account number” હવે તમે મેસેજને આપના રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 8422009988 પર મોકલી દો.

આ બેંકોના પણ બદલાઈ શકે IFSC Code

આ ઉપરાંત પંજાબ નેશનલ બેન્કે પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ઓરિએન્ટ્લ બેંક ઓફ કોમર્સ અને યૂનાઇટેડ બેંક ઓફ ઈન્ડિયાની જૂની ચેકબુક અને IFSC/MICR Code માત્ર 31 માર્ચ સુધી જ કામ કરશે. ત્યારબાદ આપને બેંકથી નવા કોડ અને ચેકબુક લેવા પડશે.

ગ્રાહકો પર શું થશે અસર?

IFSC Codeના ફેરફારથી ખાતાધારકો પર અસર પડશે. નોંધનીય છે કે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે બેંક એકાઉન્ટ નંબરની સાથે બેંકનો IFSC એટલે કે ઈન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ એડ કરવો પડે છે. તો તમે ફટાફટ આપના નવા IFSC કોડને જાણી લો નહીં તો 1 માર્ચથી નાણા ટ્રાન્સફર નહીં કરી શકો.

(સંકેત)