Site icon Revoi.in

બજેટ 2021: હોમ લોન પર મળી શકે ઇન્કમ ટેક્સમાં વધારવામાં આવેલી છૂટ

Social Share

નવી દિલ્હી: કેન્દ્રીય બજેટ રજૂ થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ કોરોના કાળ દરમિયાનના આ બજેટને લઇને ઘણી આશાઓ છે. સામાન્ય પ્રજા એવું બજેટ ઇચ્છે છે કે જેનાથી તેના હાથમાં પૈસા આવે પરંતુ સાથોસાથ અર્થતંત્રમાં પ્રાણ ફૂંકે. સરકાર પાસે આ ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવાની ઘણી રીત છે.

બેંક બઝારના સીઇઓ આદિલ શેટ્ટીએ સૂચનો કર્યા છે. તેમના અનુસાર નાણામંત્રી હોમ લોન માટે ટેક્સ કપાતને સરળ તેમજ કારગર બનાવે. મૂડી તથા વ્યાજમાં કોઇપણ સબ લિમિટના 5 લાખ રૂપિયા સુધીમાં વધુ એક ડીડક્શન થઇ શકે છે. તેમનું માનવું છે કે તેનાથી મકાન માલિકોના હાથમાં વધુ ન ફક્ત પૈસા આવશે, પરંતુ રિયલ એસ્ટેટમાં રૂચી પણ વધશે. તેનાથી બાંધકામ ક્ષેત્રે રોજગારીનું સર્જન પણ થઇ શકે છે.

મકાન ખરીદવું એ એક મોટો સોદો છે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં તેના માટે મોટી રકમની ઉધારી જોઇએ. વર્ષ 2020માં હોમલોન માટે સરેરાશ ટિકિટ સાઇઝ 26.67 લાખ રૂપિયા રહી છે. આ પ્રકારે મોટી ઉધારી તમારી આવકને નીચોડી નાખે છે.

ઇનકમ ટેક્સ કાનૂન જરૂરી ખર્ચ જેમ કે હોમ લોનની ચૂકવણી, હેલ્થકેર ખર્ચ, વિમા પ્રીમિયમ અને સ્કૂલ ફી માટે ટેક્સ કપાત (Deduction) પુરી પાડે છે. આ ખર્ચથી બચવાની કોઇ રીત નથી, અને એટલા માટે તેના નિમિત્ત લેવામાં આવી શકનાર ડિડક્શન મુદ્રાસ્ફીતિ (Inflation) સાથે તાલમેલ બનાવી રાખવો જરૂરી છે. જ્યારે ઘરના સ્વામિત્વ માટે આવકમાં વધુ છૂટ આપીને આમ કરી શકાય છે, તો વધુ ડિસ્પોજેબલ ઇનકમને વધારી દેશે, જે અત્યાર માટે ખૂબ ફાયદાકારક છે.

હાલના ડિડક્શન અપૂરતા લાગે છે. દાખલા તરીકે 8 ટકાના વાર્ષિક દરથી 20 વર્ષ માટે 35 લાખ રૂપિયા એક સરેરાશ વ્યાજ પર, પહેલાં વર્ષનું વ્યાજ 2.27 લાખ રૂપિયા થશે. સ્પષ્ટ છે કે આ રકમ કલમ 24બી હેઠળ 2 લાખ રૂપિયાની હાલની લિમિટથી વધુ છે. યાદ રાખો કે મકાન માલિક માટે આ એક અનિવાર્ય અને ટાળી ન શકનાર ખર્ચ છે.

જો મકાન માલિકને 77,000 રૂપિયાની વધારાની રકમ માટે ડિડક્શનનો દાવો કરવાની સુવિધા મળી જાય છે, તો તે એક વર્ષમાં લગભગ 24,000 રૂપિયા-એટલે કે મહિનામાં લગભગ 2000 રૂપિયા સુધી ટેક્સની બચત કરી શકે છે. આ તે પૈસા છે જે ડિસ્ક્રિશનરી ખર્ચ માટે ઉપયોગ કરવામાં આવે છે અને જે અર્થવ્યવસ્થ્યાને ગતિ આપશે.

(સંકેત)