Site icon Revoi.in

કોરોનાના દર્દીઓને રાહત મળશે, હવે માત્ર 1 કલાકમાં કેશલેસ ક્લેમ સેટલ થશે

Social Share

નવી દિલ્હી: હવે જો તમે કોવિડ-19થી સંબંધિત કોઇ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ કર્યો હશો તો તમારો એ ક્લેમ હવે માત્ર કલાકમાં જ સેટલ થઇ જશે. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટર એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ વીમા કંપનીઓને આ માટેના નિર્દેશ આપ્યા છે. માત્ર કલાકમાં કેશલેસ ક્લેમ સેટલ થઇ જવાથી દર્દીઓને ઝડપથી ડિસ્ચાર્જ કરી શકાશે. દિલ્હી હાઇકોર્ટના એક આદેશ બાદ IRDAIનો આ નિર્દેશ આવ્યો છે.

હકીકતમાં, 28 એપ્રિલે દિલ્હી હાઇકોર્ટે વીમા કંપનીઓને આદેશ આપ્યો છે કે તેઓ કોવિડ-19ના દર્દીઓના બિલ 30 થી 60 મિનિટમાં પાસ કરે. વીમા કંપનીઓ બિલને મંજૂર કરવા માટે 6-7 કલાક ન લઇ શકે, કારણ કે તેનાથી દર્દીઓને ડિસ્ચાર્જમાં વિલંબ થાય છે. તેને કારણે, હોસ્પિટલમાં બેડની જરૂરિયાતવાળા અન્ય લોકોને ઘણી રાહ જોવી પડે છે.

IRDAIએ તમામ વીમા કંપનીઓને કહ્યું છે કે આ વિશે તમામ સંબંધિત પક્ષોને જાણકારી આપવામાં આપી દો કે કોવિડ દર્દીના હૉસ્પિટલમાં દાખલ થવા પર અને તમામ જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા બાદ એક કલાકની અંદર કેશલેસ ક્લેમનું સેટલમેન્ટ કરવામાં આવે.

IRDAIએ કહ્યું કે, હૉસ્પિટલોમાં દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં વિલંબ થવાથી જરૂરિયાતવાળા દર્દીને દાખલ કરવામાં વિલંબ થાય છે અને દર્દી પરેશાન થઈ રહ્યા છે. વીમા કંપનીઓ તથા ટીપીએ બિલોની ચૂકવણીમાં વિલંબ થઈ રહ્યો છે. આ કારણે હૉસ્પિટલ પ્રશાસન મજબૂરીમાં 8થી 10 કલાક સુધી દર્દીને બેડ પર જ રાખે છે અને જરૂરિયાતવાળા દર્દી બેડથી વંચિત રહે છે. IRDAIના આ નિર્દેશ બાદ દર્દીઓની ભરતી પ્રક્રિયા અને ડિસ્ચાર્જમાં ઝડપ આવશે.

નોંધનીય છે કે, અગાઉ IRDAIનો એવો નિર્દેશ હતો કે બે કલાકની અંદર કેશલેસ ક્લેમ સેટલ કરવામાં આવે. IRDAIએ પોલિસીધારકોને પોતાની વીમા કંપનીઓને આવી વિસંગતતા વિશે તાત્કાલિક જાણ કરવાના દિશા-નિર્દેશ જાહેર કર્યા છે.

(સંકેત)