Site icon Revoi.in

બિટકોઇનમાં તેજીનો ચમકારો, ફરીથી 65,000 ડૉલરને પાર, સોલાણા ક્રિપ્ટો પણ ટ્રેન્ડિંગમાં

Social Share

નવી દિલ્હી: આજે સમગ્ર વિશ્વમાં ધીરે ધીરે ક્રિપ્ટોકરન્સીનો ટ્રેન્ડ વધી રહ્યો છે અને લોકો મોટા પાયે હવે તેમાં રોકાણ તરફ વળ્યા છે ત્યારે વિશ્વની સૌથી મોટી અને જૂની ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની કિંમતમાં આજે જંગી ઉછાળો જોવા મળ્યો છે. સપ્તાહના પ્રથમ દિવસે જ તેની કિંમત 5 ટકાથી પણ વધુ ઉછળીને 66,000 ડોલરને પાર એટલે કે રૂ. 52,59,804 પર ટ્રેડ થઇ રહ્યો હતો.

બિટકોઇનની કિંમતમાં છેલ્લા 7 દિવસમાં લગભગ 8 ટકાનો વધારો થયો છે. 20 ઑક્ટોબર બાદ પ્રથમ વખત તે 66,000 ડોલરને પાર કરી ગઇ છે. 20 ઑક્ટોબરે તેની કિંમત 67,000 ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગઇ હતી. પરંતુ ક્રિપ્ટો માર્કેટમાં બિટકોઇનનો હિસ્સો ઘટ્યો છે. ગત મહિને વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટમાં તેનો હિસ્સો 46 ટકા હતો જે હવે ઘટીને 43 ટકા થઇ ગયો છે.

બિટકોઇન ઉપરાંત અન્ય કેટલીક ક્રિપ્ટોકરન્સીની પણ બોલબાલા છે. અત્યારે સોલાણા, ટેથર, કાર્ડાનો અને રિપલ પણ ચાલી રહ્યા છે. અત્યારે આ બધી ક્રિપ્ટોને પછાડીને સોલાણા ચોથા નંબર પર પહોંચી ગઇ છે. છેલ્લા 7 દિવસમાં તે 20 ટકાથી વધુ વધ્યો છે. દરમિયાન, વિશ્વની બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી ઇથર એક નવા રેકોર્ડ સ્તર પર પહોંચી ગઇ છે. અત્યારે તે 3.78 ટકાના વધારે સાથે 4757 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. છેલ્લા 7 દિવસમાં તે 10 ટકાથી વધુ તેજી છે.