Site icon Revoi.in

ઓમિક્રોનના ફફડાટ વચ્ચે આ 3 ક્રિપ્ટોકરન્સી 800% ઉછળી, ક્રિપ્ટો માર્કેટમાં ઉથલપાથલ

Social Share

નવી દિલ્હી: એક તરફ સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વેરિએન્ટ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે બીજી તરફ ક્રિપ્ટોકરન્સીના માર્કેટમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં 0.79 ટકાનો ઉછાળો નોંધાયો છે.

ક્રિપ્ટોકરન્સીની માર્કેટ વેલ્યુએશન વધીને $223 ટ્રિલિયન થઇ ગયું છે. ગઇકાલે માર્કેટ વેલ્યુએશન $221 હતી. આ દરમિયાન બિટકોઇનની વેલ્યુમાં ઘટાડો થયો છે અને વર્ચસ્વ 39.4 ટકા છે જ્યારે ઇથેરિયમનું માર્કેટમાં વર્ચસ્વ 20.3 ટકા છે.

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ટ્રેડિંગની વાત કરીએ તો બિટકોઇન 0.41 ટકાના ઉછાળા સાથે $46,395.08 પર ટ્રેડ કરી રહ્યો હતો, તેથી તેનું બજાર મૂલ્ય  $879 બિલિયન છે. બિટકોઇનના ભાવ આજે છેલ્લા 24 કલાકમાં $45,752.46 ની નીચી અને $47,406.55ની ઊંચી સપાટી બનાવી છે.

Ethereumના ભાવે આજે   $3,810.39 પર 1.84% ના ઉછાળા સાથે વેપાર થતો જોવા મળ્યો હતો. Ethereum એ છેલ્લા 24 કલાકમાં $3,731.79 ની નીચી અને $3,876.79 ની ઊંચી સપાટી બનાવી છે. તેનું માર્કેટ કેપ વધીને $453 બિલિયન થઈ ગયું છે. Binance Coin 0.72% વધ્યો છે.

ટેથર ટોકન છેલ્લા ઘણા દિવસોથી સ્થિર છે અને માત્ર $1 પર ટ્રેડ થઈ રહ્યું છે. સોલાના 1.18% વધ્યો છે અને તે $168.93 પર ટ્રેડ કરી રહ્યો છે.

બીજી તરફ XRP 0.31% વધ્યું અને $0.8305 પર ટ્રેડિંગ નોંધાયું.  તો કાર્ડાનો 1.70% વધીને $1.33 પર ટ્રેડ કરી રહ્યો હતો. શિબાઇનુ સ્થિર છે અને $0.00003267 પર ટ્રેડિંગ નોંધાયું હતું.

છેલ્લા 24 કલાકમાં શુના ઇનવર્સ 845.68 ટકા વધ્યો છે. તે ઉપરાંત ગ્રીન ચાર્ટમાં 503.56 ટકાનો વધારો નોંધાયો છે. આ બે પછી શિબા ડૉલર આવે છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 416 ટકાનો વધારો નોંધાયો છે.