Site icon Revoi.in

ફ્લિપકાર્ટ, સચિન અને બિન્ની બંસલ મુશ્કેલીમાં મુકાયા, થઇ શકે છે 10600 કરોડનો દંડ

Social Share

નવી દિલ્હી: દેશની ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ અને તેના સંસ્થાપકો મુશ્કેલીમાં મુકાયા છે. સંસ્થાપકો પર ED 1.35 અરબ ડૉલર એટલે કે 10,600 કરોડ રૂપિયાનો દંડ લાગી શકે છે. વોલમાર્ટના માલિકાના હક વાળી કંપનીને વિદેશી રોકાણ કાયદાનું ઉલ્લંઘન માટે કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર બિન્ની બંસલ અને સચિન બંસલ પર વિદેશી રોકાણ કાનૂનોના ઉલ્લંઘનનો આરોપ છે. મામલાની જાણકારી ત્રણ સૂત્રો અને ઇડીના એક અધિકારીએ આપી હતી. આ સંદર્ભમાં ઇડીના અધિકારીએ જણાવ્યું કે, ફ્લિપકાર્ટ પર આરોપ છે કે તેમના વિદેશી રોકાણ આકર્ષિત કરી અને ફરી સંબંધિત પક્ષ ડબલ્યુએસ રિટેલે તેમની શોપિંગ વેબસાઇટ પર ગ્રાહકને સામાન વેચ્યું. જ્યારે આ કાનૂન હેઠળ પ્રતિબંધિત છે.

સૂત્રો અનુસાર, જુલાઈમાં EDએ સચિન બંસલ, બિન્ની બંસલ અને હાજર રોકાણકાર ટાઈગર ગ્લોબલને કારણ બતાઓ નોટિસ જારી કરી હતી. જેમાં પૂછવામાં આવ્યુ હતુ કે તેની પર 10,600 કરોડ રૂપિયાનો દંડ કેમ ના લાગવો જોઈએ. જોકે આ મામલા વર્ષ 2009થી 2015ની વચ્ચેનો છે. વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ (ફેમા)ની વિભિન્ન ધારાઓ હેઠળ નોટિસ જારી કરવામાં આવી હતી.

પક્ષના નોટિસનો જવાબ આપવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે. કેસમાં ફ્લિપકાર્ટના એક પ્રવક્તાએ કહ્યુ કે કંપની ભારતીય કાયદાનુ પાલન કરી રહી છે અને કંપની અધિકારીઓની સાથે પૂરો સહયોગ કરશે.