Site icon Revoi.in

દેશનું ફોરેક્સ રિઝર્વ વધ્યું, 29 કરોડ ડૉલર વધીને 640.40 અરબ ડૉલર નોંધાયું

Social Share

નવી દિલ્હી: દેશનો વિદેશી મુદ્રા ભંડાર વધીને 640.41 અરબ ડોલર થયું છે. શુક્રવારે RBI દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર અગાઉના સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 76.3 કરોડ ડોલર ઘટીને 640.112 અરબ ડોલર રહ્યું હતું. 3 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન મુદ્રા ભંડાર 342.453 અરબ ડૉલરના સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું.

બીજી તરફ વિદેશી ચલણ અસક્યામતોમાં પણ વધારો થયો છે. FCAનો વિદેશી મુદ્રા ભંડારમાં નોંધપાત્ર હિસ્સો હોય છે. RBI અનુસાર સપ્તાહ દરમિયાન FCA 22.5 કરોડ ડોલર વધીને 575.712 અરબ ડૉલર થયુ છે.

સોનાના ભંડારનું મૂલ્ય 15.2 કરોડ ડોલર વધીને 40.391 અરબ ડોલર થયું હતું. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના વિશેષ ડ્રોઇંગ રાઇટ્સ સમીક્ષા હેઠળના સપ્તાહમાં 7.4 કરોડ ડૉલર ઘટીને 19.11 અરબ ડોલર રહ્યું છે. IMFમાં દેશનું મુદ્રા ભંડાર 1.3 કરોડ ડૉલર ઘટીને 5.188 અરબ ડૉલર થયું છે.

રિઝર્વ બેંક માટે ફોરેન એક્સચેન્જ રિઝર્વ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે આરબીઆઈ નાણાકીય નીતિ નક્કી કરે છે, ત્યારે તે તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળ છે કે તેની પાસે કેટલું વિદેશી હૂંડિયામણ અનામત છે.

નોંધનીય છે કે, આપણે જાણીએ છીએ કે ભારત મોટાપાયે આયાત કરે છે. જ્યારે પણ આપણે વિદેશીઓ પાસેથી કોઈ પણ સામાન ખરીદીએ છીએ, ત્યારે વ્યવહારો ડોલરમાં થાય છે. આવી સ્થિતિમાં આયાતમાં મદદ કરવા માટે વિદેશી હૂંડિયામણ અનામત હોવું જરૂરી છે.