Site icon Revoi.in

દેશના ફોરેક્સ રિઝર્વે નોંધાવ્યો રેકોર્ડ: પ્રથમવાર 550 અબજ ડોલર્સને પાર

Social Share

નવી દિલ્હી:  કોરોના મહામારીને કારણે ભલે દેશમાં આર્થિક અનિશ્વિતતા હોય પરંતુ દેશનો ફોરેક્સ રિઝર્વ ભંડાર પ્રથમવાર 550 અબજ અમેરિકી ડૉલર્સના આંકને વટાવી ગયો છે. રિઝર્વ બેંક અનુસાર 9મી ઑક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વ 5.867 અબજ ડોલર વધીને 550.505 અબજ ડોલર્સ થયો હતો. દેશ સ્વતંત્ર થયા બાદ પ્રથમવાર આટલી ફોરેક્સ રિઝર્વ નોંધાઇ છે.

રિઝર્વ બેંક અનુસાર આ વર્ષના જૂનની 5મી પૂરા થયેલા સપ્તાહમાં પ્રથમવાર ફોરેક્સ રિઝર્વ 500 અબજ ડૉલરના આંકને આંબી ગયો હતો. 9મી ઑક્ટોબરે 550 અબજ ડોલર્સનો ઊછાળો આવવા પાછળ ફોરેન કરન્સી એસેટ્સમાં થયેલો વધારો જવાબદાર હતો. ફોરેક્સ રિઝર્વમાં ફોરેન કરન્સી એસેટ્સનો મહત્વનો ફાળો હોય છે.

આપને જણાવી દઇએ કે નવમી ઓક્ટોબરે ફેારેન કરન્સી એસેટ્સ (FCA) 5.737 અબજ ડૉલર્સથી વધીને 508.783 અબજ ડૉલર્સ જેટલો થઇ ગયો હતો. સામાન્ય રીતે FCA ડૉલર્સમાં લખવામાં આવે છે પરંતુ એમાં પાઉન્ડ, યુરો અને યેન જેવા અન્ય ફોરેન કરન્સીમાં થતી વધઘટ પણ જવાબદાર હોય છે.

(સંકેત)