Site icon Revoi.in

વર્ષ 2021માં પણે સોના-ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચશે, 10 ગ્રામ સોનાના આપવા પડશે 65 હજાર રૂપિયા

Social Share

નવી દિલ્હી: ગત વર્ષે કોરોના કાળ વચ્ચે પણ સોનાના ભાવમાં રેકોર્ડ તેજી જોવા મળી હતી અને તેને કારણે વર્ષ 2020માં સોનાએ રોકાણકારોને જંગી રિટર્ન આપ્યું હતું. હવે જાણકારો અનુસાર નવા વર્ષે એટલે કે વર્ષ 2021માં પણ સોના અને ચાંદીની ચમક વધશે. શક્ય છે કે બંને કિંમતી ધાતુઓના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે. બજાર જાણકારો અનુસાર વર્ષ 2021માં સોનાની કિંમત 65,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. જ્યારે ચાંદીની કિંમત પ્રતિ કિલોગ્રામ 90,000 રૂપિયા સુધી થઇ શકે છે.

આપને જણાવી દઇએ કે વર્ષ 2020માં સોનામાં રોકાણકારોને 27 ટકા અને ચાંદીમાં લગભગ 50 રિટર્ન મળ્યું છે. ઑગસ્ટ 2020માં તો સોનાની કિંમત અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તર 56,222 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગઇ હતી. ચાંદી પણ અંદાજે 80,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી હતી.

આજે સવારે 11.20 વાગે MCX પર સોનાનો વાયદો (Gold Futures)0.09 ટકાની તેજી સાથે 50,195 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતો હતો. જ્યારે ચાંદીનો વાયદો (Silver Futures)પણ 0.15 ટકાની તેજી સાથે 68,208 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કર્યો હતો.

વિશેષજ્ઞો અનુસાર વિશ્વભરમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં રિકવરી અનિશ્વિતતાના ગાળામાં છે. આ કારણે રોકાણકારો હાલમાં સોના અને ચાંદી જેવા સુરક્ષિત રોકાણ પર દાવ લગાવી શકે છે. બ્રોકરેજ ફર્મના વિશેષજ્ઞો અનુસાર વર્ષ 2021માં સોનું 65,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 90,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ સુધી પહોંચી શકે છે.

વૈશ્વિક અર્થતંત્રમાં ભારે માત્રામાં રાહત પેકેજ મળે છે તો પણ સોના અને ચાંદીમાં રોકાણ રોકાણકારોને આકર્ષિત કરે છે અને કરતું રહેશે. આ કારણે નવા વર્ષમાં આ બંને કિંમતી ધાતુઓના ભાવ વધશે. સોનાએ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ રોકાણકારોને વર્ષ 2020માં 25 ટકા જેટલું રિટર્ન આપ્યું છે.

(સંકેત)