Site icon Revoi.in

સરકાર એક્શનમાં, ભારતમાં ઓછી ગુણવત્તા ધરાવતા વાહનોનું વેચાણ બંધ કરવા આપ્યો આદેશ

Social Share

નવી દિલ્હી: ભારતમાં ઓટોમોબાઇલ કંપનીઓ સુનિયોજીત રીતે ખરાબ ગુણવત્તા અને નીચા ધારાધોરણો ધરાવતા વાહનો વેચી રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયા બાદ સરકારે લાલ આંખ કરી છે અને હરકતમાં આવી છે. સરકારે આ તમામ કંપનીઓને તાત્કાલિક ધોરણે વેચાણ બંધ કરવાનો આદેશ આપ્યો છે. સિયામ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં સડક, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સચિવ ગિરધર અરમને જણાવ્યું હતું કે ફક્ત વાહન નિર્માતાઓએ જ વાહન સુરક્ષા રેટિંગ પ્રણાલીને અપનાવી છે અને તે પણ પોતાના મોંઘા મોડલો માટે જ તેનો ઉપયોગ કરે છે.

તેઓએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે ભારતમાં કેટલાક વાહન ઉત્પાદકો ઇરાદાપૂર્વક સુરક્ષા માપદંડો નીચા રાખે છે જેનાથી હું વિચલિત છું. આ ચલણ બંધ કરવાની જરૂર છે. વાહન ઉત્પાદકો માર્ગ સુરક્ષામાં સૌથી મહત્વની ભૂમિકા નિભાવે છે અને ભારતમાં તેઓએ શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતા વાહનો રજૂ કરવામાં કચાશ રાખવી ના જોઇએ. તમામ ઉત્પાદકોએ પોતાના વાહનો માટે સુરક્ષા રેટિંગ આપવું જરૂરી છે જેથી ગ્રાહકોને માહિતી મળે કે તેઓ શું ખરીદી રહ્યા છે.

વિકલ સેફ્ટી ગ્રૂપ ગ્લોબલ એનસીએપીને પોતાના ટેસ્ટમાં જાણવા મળ્યું છે કે ભારતમાં વેચવામાં આવી રહેલ અમુક મોડલ્સમાં સુરક્ષા માપદંડો નિકાસ કરવામાં આવેલ મોડેલોની સરખામણીએ ઓછા છે. ભારત અને અમેરિકાનું ઉદાહરણ આપતા અરમને જણાવ્યું હતું કે, વર્ષ 2018માં અમેરિકામાં 45 લાખ દુર્ઘટનાઓમાં 36,560 લોકો મૃત્યુ પામ્યા હતા જ્યારે ભારતમાં ફક્ત 4.5 લાખ દુર્ઘટનાઓમાં 1.5 લોકો મૃત્યુ પામ્યા હતા.

(સંકેત)