Site icon Revoi.in

દેશના વિદેશી હૂંડિયામણ અનામતમાં 1.14 અબજ ડૉલરનો ઘટાડો, 640.874 અબજ ડોલરના સ્તરે

Social Share

નવી દિલ્હી: ભારતીય વિદેશી હૂંડિયામણમાં ઘટાડો થઇ રહ્યો છે. વૈશ્વિક પરિબળોની અસરથી ભારતીય શેરમાર્કેટ અને બોન્ડ માર્કેટમાં વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે તેમાં ઘટાડો થયો છે. વિદેશી હૂંડિયામણ અનામત 1.145 અબજ ડોલર ઘટીને 640.874 અબજ ડોલર થયું છે.

RBI અનુસાર ખાસ કરીને વિદેશી ચલણ અસક્યામતોમાં ઘટાડાથી વિદેશી હૂંડિયામણ અનામતમાં ઘટાડો થયો છે. તેના અગાઉના સપ્તાહની વાત કરીએ તો ત્યારે વિદેશી હૂંડિયામણ અનામત 1.919 અબજ ડોલર વધીને 642.019 અબજ ડોલર થયું હતું.

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રીપોર્ટમાં જણાવ્યું હતુ કે 3જી સપ્ટેમ્બરના સપ્તાહે ફોરેન એક્સચેન્જ રીઝર્વમાં 8.895 અબજ ડોલરનો રેકોર્ડ વધારો જોવા મળ્યો હતો અને કુલ રીઝર્વ 642.453 અબજ ડોલરના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું હતુ.

કુલ અનામત ભંડોળમાં ઘટાડાનું કારણ એફસીએ છે. આ રીપોર્ટિંગ સપ્તાહે ફોરેન કરન્સી એસેટ(FCAs) 88.1 અબજ ડોલર ઘટીને 577.581 અબજ ડોલર થયું છે.

ફોરેન કરન્સી એસેટ, જે કુલ રીઝર્વમાં નોંધપાત્ર ભાગ ધરાવે છે. ડોલર સિવાયની અન્ય કરન્સી જેવી કે યુરો, પાઉન્ડ અને યેન જેવી ગ્લોબલ કરન્સીના ડોલરની સામેના ઘસારાની અસર પણ એફસીએ પર પડે છે.

ગોલ્ડ રીઝર્વ પણ 23.4 કરોડ ડોલરના ઘટાડે 38.778 અબજ ડોલર થયું છે. આરબીઆઈએ રજૂ કરેલ રીપોર્ટ અનુસાર IMF પાસે રહેલ SDR 1.7 કરોડ ડોલર ઘટીને 19.287 અબજ ડોલર રહ્યું છે.