Site icon Revoi.in

ભારતના ફોરેક્સ રિઝર્વમાં સતત વૃદ્વિ, 582 અબજ ડોલરને પાર

Social Share

નવી દિલ્હી: ભારતના ફોરેક્સમાં સતત બીજા સપ્તાહે વધારો જોવા મળ્યો છે. RBI દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર 19મી માર્ચના અંતે સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન ભારતનું ફોરેક્સ રિઝર્વ 23.3 કરોડ ડોલર વધીને 582.27 અબજ ડોલર થયું છે. જ્યારે તેની પૂર્વે 12 માર્ચના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં ભારતનું ફોરેક્સ 1.73 અબજ ડોલર વધીને 582.04 અબજ ડોલર થયું હતું.

આપને જણાવી દઇએ કે, 29 જાન્યુઆરી, 2021ના રોજ ભારતનું વિદેશી હૂંડિયામણ 590.18 અબજ ડોલરની ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યું હતું.

આ વખતે વિદેશી હૂંડિયામણ ઘટવાનું કારણ ફોરેન કરન્સી એસેટ્સમાં વૃદ્વિ છે. RBIના આંકડા અનુસાર સમીક્ષાધીન સમયગાળામાં ફોરેન કરન્સી એસેટ્સ 15.7 કરોડ ડોલર વધીને 541.18 અબજ ડોલર થયું હતું. ડોલર ઉપરાંતની અન્ય કરન્સી જેવી કે, યુરો, પાઉન્ડ અને યેન જેવી ગ્લોબલ કરન્સીના ડોલરની સામેના વધ-ઘટની અસર પણ FCA પર પડે છે.

ભારતના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં વૃદ્ધિનું મુખ્ય કારણ ફોરેન કરન્સી એસેટ્સમાં વધારો છે જે સમગ્ર વિદેશી હૂંડિયામણ ભંડોળમાં સૌથી વધુ હિસ્સેદારી ધરાવે છે.

આ વખતે તો ભારતના ગોલ્ડ રિઝર્વમાં વધારો આવ્યો અને સમીક્ષાધીન સમયગાળામાં તે 8 કરોડ ડોલર વધીને 34.63 અબજ ડોલર થયુ છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના આંકડાઓ મુજબ ભારતના સ્પેશિયલ ડ્રોઇંગ 40 લાખ કરોડ ડોલર ઘટીને 1.50 અબજ ડોલર થયા છે.

(સંકેત)