Site icon Revoi.in

વર્ષ 2024 સુધીમાં દેશનાં ગેસ ઉત્પાદનમાં વૃદ્વિ નોંધાશે

Social Share

નવી દિલ્હી: વર્ષ 2024 સુધીમાં દેશનું કુદરતી ગેસનું ઉત્પાદન વધશે. વર્ષ 2024 સુધીમાં તેમાં 52 ટકાની મજબૂત વૃદ્વિ સાથે ઉત્પાદન દરરોજ 12.20 કરોડ મીટર સુધી પહોંચવાનો અંદાજ છે. ઑઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ-બીપીના નેતૃત્વ હેઠળ કૃષ્ણ-ગોદાવરી બેસિનમાંથી ઉત્પાદન વધ્યા બાદ વૃદ્વિ નોંધાશે.

HDFC સિક્યોરિટીઝના એક અહેવાલ અનુસાર, વર્ષ 2019-20માં કુદરતી ગેસનું ઉત્પાદન દૈનિક 8.50 કરોડ ઘનમીટર હતું, જે પછીના વર્ષોમાં દરરોજ 8 કરોડ ઘનમીટર જેટલું નીચે આવે તેવી શક્યતા છે.

બ્રોકરેજ કંપનીના જણાવ્યા મુજબ ગેસનું આ ઉત્પાદન હવે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વધીને 9.30 કરોડ  ઘનમીટર  થઈ જશે, હવે પછીના નાણાકીય વર્ષમાં 10.70 કરોડ  ઘનમીટર  અને તેના આગલા નાણાકીય વર્ષ 2023-24 માં  વધીને પ્રતિ દિવસ 12.20 કરોડ  ઘનમીટર થઈ જશે.

આપને જણાવી દઇએ કે જાહેર ક્ષેત્રની કંપની ONGCનું ગેસ ઉત્પાદન તાજેતરના વર્ષોમાં સ્થિર રહ્યું છે. વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં તે 670 મિલિય ક્યુબિક મીટર, આગામી નાણાકીય વર્ષમાં 69 મિલિયન ક્યુબિક મીટર અને તેના આગામી નાણાકીય વર્ષમાં 7.50 મિલિયન ક્યુબિક મીટર સુધી પહોંચવાની ધારણા છે.

(સંકેત)