Site icon Revoi.in

ભારતના સર્વિસ સેક્ટરમાં ગ્રોથના સંકેત, PMI વધીને 54.1% નોંધાયો

Social Share

નવી દિલ્હી: ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રિકવરીના સંકેતો બાદ હવે સર્વિસ સેક્ટરમાં પણ કામકાજ વધ્યા હોવાના સંકેત મળ્યા છે. ઑક્ટોબર મહિનામાં સર્વિસ સેક્ટરના PMIમાં પોઝિટિવ ગ્રોથ જોવા મળ્યો છે જે છેલ્લા 8 મહિનામાં પ્રથમ સકારાત્મક વૃદ્વિ છે. માંગમાં વૃદ્વિને કારણે સર્વિસ PMI વધ્યો છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ભારતનો ઑક્ટોબર મહિનાનો નિક્કેઇ માર્કિટ સર્વિસ પર્ચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) વધીને 54.1ના સ્તરે નોંધાયો છે, જે ફેબ્રુઆરી પછીનો સૌથી ઉંચો ગ્રોથ છે જ્યારે સપ્ટેમ્બરમાં PMI 49.8 નોંધાયો હતો. PMI ગ્રોથમાં 50ની ઉપરનું સ્તર વૃદ્વિ દર્શાવે છે જ્યારે 50થી નીચેનું સ્તર નકારાત્મકતાના સંકેત આપે છે.

IHS માર્કિટના ઇકોનોમિક્સ એસોસિએટ્સ ડિરેક્ટર પોલિયન ડે લિમાએ કહ્યું કે, ભારતનું સર્વિસ સેક્ટર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની સાથે કદમ મિલાવવા અને કોરોના મહામારીથી પડેલા ફટકાથી ફરી બેઠું થવાનો પ્રયત્ન કરી રહ્યું છે, આર્થિક સ્થિતિમાં સુધારો પ્રોત્સાહિત દેખાઇ રહ્યો છે.

ઑક્ટોબર દરમિયાન સર્વિસ પ્રોવાઇડરોએ નવા કામકાજ અને વ્યાવસાયિક ગતિવિધિઓમાં નક્કર વિસ્તરણના સંકેત આપ્યા છે. તેઓ ભવિષ્યના દ્રષ્ટિકોણ અંગે પણ સકારાત્મક હતા, પરંતુ આગામી વર્ષમાં ઉત્પાદન વૃદ્વિની અપેક્ષા એ કોરોના મહામારી પર નિર્ભર રહેશે.

(સંકેત)