Site icon Revoi.in

સરહદ પર તણાવ છતાં ભારત-ચીન વચ્ચેનો વેપાર 100 અબજ ડૉલરને થશે પાર

Social Share

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ અને તંગદિલી વચ્ચે પણ બંને દેશો વચ્ચે દ્વિપક્ષી વેપાર 100 અબજ ડોલરના વિક્રમી આંકને પાર કરવાની તૈયારીમાં છે. અત્યારસુધી બંને દેશો વચ્ચે 90 અબજ ડૉલરનો વેપાર થઇ ગયો છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, ભારત સાથે ચીનની કુલ આયાત-નિકાસ વાર્ષિક ધોરણે 22.70 ટકા વધી 2021ના પ્રથમ 9 મહિનામાં 4.38 ટ્રિલિયન ડૉલર રહી છે.

વર્ષ 2019ન પ્રથમ નવ મહિનાની તુલનામાં આ આંકમાં 23.40 ટકા વૃદ્વિ જોવા મળી છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષી વેપાર આંક 90.37 અબજ ડોલર પહોંચ્યો છે જે વાર્ષિક ધોરણે 49.30 ટકા વધુ છે.

ભારત ખાતે ચીનની નિકાસ વાર્ષિક ધોરણે 51.70 ટકા વધી 68.46 અબજ ડોલર રહી છે.  એપ્રિલ તથા મેમાં ભારતમાં કોરોનાની બીજી લહેર વેળાએ ઓક્સિજન કોન્સનટ્રેટર્સની ચીન ખાતેથી મોટી માત્રામાં આયાત કરવામાં આવી હતી.

ચીન ખાતે ભારતનો નિકાસ આંક 42.50 ટકા વધી 21.91 અબજ ડોલર રહ્યો હતો. ચીન સાથે ભારતની વેપાર ખાધ ૪૬.૫૫ અબજ ડોલર સાથે ચિંતાજનક સપાટીએ પહોંચી છે.