Site icon Revoi.in

ભારતનો આર્થિક વિકાસ દર 8.5 ટકા સુધી પહોંચી શકે છે: IMF

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીમાંથી ભારતનું અર્થતંત્ર હવે ધીરે ધીરે બેઠુ થઇ રહ્યું છે ત્યારે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનો વિકાસ દરનો અંદાજ IMFએ 9.5 ટકા જાળવી રાખ્યો છે. જ્યારે આગામી વર્ષ 2022 માટે અનુમાન લગાવવામાં આવ્યું છે કે, તે વિશ્વનું સૌથી ઝડપી અર્થતંત્ર બનશે. ભારતનો આર્થિક વિકાસ દર ઝડપી હશે અને તે 8.5 ટકા સુધી પહોંચી શકે છે. જ્યારે અમેરિકાથી આ દર 5.2 ટકા રહેશે. નાણાકીય વર્ષ 2026-27 સુધી ભારતીય અર્થતંત્ર 6.1 ટકાના દરે વૃદ્વિ ચાલુ રાખશે.

ભારતની છૂટક મોંઘવારી પ્રવર્તમાન નાણાકીય વર્ષમાં 5.6 ટકા અને નાણાકીય વર્ષ 2022-23માં 4.9 ટકા રહેશે. રિઝર્વ બેંકે પણ ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવાનો દર 5.3 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. RBIએ ચાલુ નાણાકીય વર્ષ માટે વિકાસ દરનો અંદાજ 9.5 ટકા જાળવી રાખ્યો છે.

IMFના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે જણાવ્યું હતું કે, ભારતીય અર્થતંત્રએ કોરોનાની બીજી લહેરમાંથી મોટી રિકવરી કરી છે. બીજી લહેરના કારણે જુલાઇમાં વિકાસ દરનો અંદાજ ઘટાડવામાં આવ્યો હતો, પરંતુ હવે જે અંદાજ છે તે જ રાખવામાં આવ્યો છે. રસીકરણના વેગને લઇને પણ તેઓએ પ્રશંસા કરી હતી.

IMF એ 2021 માટે વૈશ્વિક વિકાસ દરની આગાહી 10 બેસિસ પોઇન્ટ ઘટાડી છે જ્યારે 2022 માટે વૃદ્ધિ દરની આગાહી 4.9 ટકા જાળવી રાખી છે. નાણાકીય ભંડોળ અનુસાર આ કેલેન્ડર વર્ષમાં વૈશ્વિક આર્થિક વિકાસ દર 5.9 ટકા રહેશે.