Site icon Revoi.in

કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર કડડભૂસ…સેન્સેક્સમાં મોટો કડાકો

Social Share

મુંબઇ: કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર કડાકા સાથે ખુલ્યું છે. સીરિયા પર અમેરિકાની એરસ્ટ્રાઇકથી વિશ્વભરના બજારો હચમચી ગયા છે. ભારતીય શેરબજારો પર પણ તેની વિપરીત અસર જોવા મળી છે. સેન્સેક્સ લગભગ 900 અંક નીચે ખુલ્યો છે. નિફ્ટીમાં પણ 200 અંકથી વધુનો કડાકો છે.

સેન્સેક્સ હાલ 1200 પોઇન્ટના ઘટાડા સાથે 49.767 પર ટ્રેડ કરી રહ્યો છે. પરંતુ ખુલતાની સાથે જ 50 હજારથી નીચે જતો રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકાએ સીરિયા પર એરસ્ટ્રાઇક કરી છે. ઇરાન સમર્થિત આતંકીઓના અડ્ડા પર અમેરિકાએ આ હુમલો કર્યો છે. આ હુમલાને કારણે વૈશ્વિક બજારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

બેંકિંગ, ઑટો, આઇટી તેમજ રિયલ એસ્ટેટના શેર્સમાં દબાણ જોવા મળી રહ્યું છે. મેટલ ઇન્ડેક્સ જે શરૂઆતમાં લાલ નિશાનમાં ખુલ્યું હતું તેમાં હવે રિકવરી જોવા મળી રહી છે. ફાર્મામાં પણ રિકવરી છે. આ ઘટાડામાં સૌથી વધુ હાથ HDFC બેંક, ICICI બેંક તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર્સનો છે.

સેન્સેક્સના પ્રમુખ 30 શેર્સમાંથી 8 શેર્સ જ ગ્રીન નિશાન સાથે વેપાર કરી રહ્યા છે. બાકીના 22 શેર્સ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

નિફ્ટીમાં ઘટાડાવાળા શેર્સની વાત કરીએ તો તેમાં, ઇન્ડઇન્ડ બેંક, ICICI બેંક, HDFC બેંક, એક્સિસ બેંક, બજાજ ફિનસર્વ, ગેઇલ, કોટક મહિન્દ્રા બેંક, SBI અને બજાજ ફાઇનાન્સ સામેલ છે.

(સંકેત)