Site icon Revoi.in

માર્કેટમાં તેજીથી રોકાણકારોની સંપત્તિ વધીને રૂ.213 લાખ કરોડની ટોચે પહોંચી

Social Share

મુંબઇ: દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર હવે મંદ પડી હોવાના અહેવાલ પાછળ શેરબજારમાં તેજીનો ઘોડો દોડ્યો હતો. શેરબજારમાં તેજીની આગેકૂચ જારી રહેતા રોકાણકારોની સંપત્તિ વધીને રૂ.213 લાખ કરોડની વિક્રમી સપાટીએ પહોંચી હતી.

કોરોનાનો બીજો તબક્કો ઘાતક પુરવાર થયા બાદ સરકાર દ્વારા લેવાયેલા વિવિધ પગલાં, ઉદ્યોગોની પહેલ તેમજ રિઝર્વ બેંક દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા પેકેજની બજાર પર સકારાત્મક અસર જોવા મળી હતી.

આ અહેવાલો પાછળ આજે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની (એફપીઆઇ) આગેવાની હેઠળ નીકળેલ નવી લેવાલીના પગલે બજારમાં સુધારો ઝડપથી આગળ વધ્યો હતો.

સેન્સેક્સમાં નોંધાયેલા ઉછાળાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઇ માર્કેટ કેપ) રૂા.2.04 લાખ કરોડનો વિક્રમી સપાટીએ પહોંચી ગયું હતું. આજે એફપીઆઇએ રૂા.583 કરોડની નવી લેવાલી હાથ ધરી હતી.

(સંકેત)