Site icon Revoi.in

IT વિભાગે કરદાતાઓને ચાલુ નાણાકીય વર્ષમાં અત્યારસુધીમાં 1.91 કરોડ રૂપિયા પરત કર્યા

Social Share

નવી દિલ્હી: કરદાતાઓ માટે એક મહત્વના સમાચાર છે. CBDTએ 1.87 કરોડથી વધુ કરદાતાઓને 1,91,015 કરોડથી વધુના રિફંડ જારી કર્યા છે. આ તમામ રિફંડ 1 એપ્રિલ 2020થી 8 ફેબ્રુઆરી 2021 સુધી આપવામાં આવ્યું છે. આવકવેરા વિભાગ અનુસાર 1,84,45,638 કેસોમાં 67,334 કરોડ રૂપિયા અને 2,14,935 કેસોમાં 1,23,935 કરોડ રૂપિયાના કોર્પોરેટ ટેક્સ રિફંડ જારી કરાયા છે. આ રકમ ટેક્સધારકોના ખાતામાં જમા થશે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર, આવકવેરા વિભાગે અગાઉ કહ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષમાં રૂ.1.81 લાખ કરોડ વધુ કરદાતાઓને પરત આપવામાં આવ્યા છે. તેમાંથી, વિભાગે 1.71 લાખ વ્યક્તિગત આવકવેરા કરદાતાઓને રૂ.62,231 કરોડ અને કંપની ટેક્સના કિસ્સામાં 2.12 લાખ કરદાતાઓને 1.19 લાખ કરોડ પરત કર્યા છે. CBDTએ 1 એપ્રિલ, 2020 થી 25 જાન્યુઆરી, 2021 દરમિયાન 1.74 લાખથી વધુ કરદાતાઓને 1,81,336 કરોડ રૂપિયા પાછા આપ્યા છે.

રિફંડ શું હોય છે

આવકવેરા ભરનારાઓનો વેરો પહેલા તેના અંદાજિત રોકાણ દસ્તાવેજોના આધારે નાણાકીય વર્ષમાં કાપવામાં આવે છે. આ એ જ સમયે રિટર્ન મળે છે જ્યારે તે નાણાકીય વર્ષના અંત સુધીમાં અંતિમ કાગળો સબમિટ કરે છે. એમાં જો ટેક્સ વધારે કપાયો હોય તો આ રૂપિયા તેને રિટર્ન મળે છે. આ માટે આઈટીઆર ફાઇલ કરી રિફંડ માટે માગણી કરે છે.

(સંકેત)