Site icon Revoi.in

વોડાફોન-આઇડિયાના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી કુમાર મંગલમ બિરલાનું રાજીનામું

Social Share

નવી દિલ્હી: વોડાફોન આઇડિયાના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી કુમાર મંગલમ બિરલાએ રાજીનામું આપી દીધુ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વોડાફોન આઇડિયાના બોર્ડે તેમનું રાજીનામું મંજૂર કરી લીધું છે. કંપનીએ આ અંગે BSEને જાણકારી આપી છે. કુમાર મંગલમ બિરલાના રાજીનામા બાદ હવે હિમાંશુ કપાણિયાને એકમતે નવા નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવાયા છે.

હિમાંશુ કમાણિયા હાલમાં વોડાફોન આઈડિયાના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે. કપાણિયા વોડાફોન આઈડિયાના બોર્ડમાં આદિત્ય બિરલા ગ્રુપના નોમિની છે. તેમને ટેલિકોમ ઈન્ડસ્ટ્રીનો 25 વર્ષનો અનુભવ છે. તેમને દુનિયાની દિગ્ગજ ટેલિકોમ કંપનીઓના બોર્ડનો પણ અનુભવ છે. ત ગ્લોબલ જીએસએમએના બોર્ડમાં પણ બે વર્ષ સુધી રહ્યા છે. તેઓ બે વર્ષ માટે સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (સીઓએએલ)ના ચેરમેન પણ રહી ચૂક્યા છે.

હાલમાં કમાણિયા, ટેલિકોમ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડિજીટલ ઇકોનોમી પર ફિક્કીની કાઉન્સિલના ચેરમેન તરીકે કાર્યરત છે. કંપનીએ કહ્યું હતું કે, નોમિનેશન એન્ડ રેમ્યુનરેશન કમિટીની ભલામણ પર બોર્ડે સુશીલ અગ્રવાલને આદિત્ય બિરલા ગ્રૂપના નોમિનીના રૂપમાં એડિશનલ ડાયરેક્ટર નિયુક્ત કર્યા છે.

મહત્વનું છે કે, વધતી જતી સ્પર્ધા વચ્ચે વોડાફોન આઈડિયા ગંભીર નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. ફંડ મેળવવાના તેના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. તેના ગ્રાહકોની સંખ્યા સતત ઘટી રહ્યા છે. કામકાજ ચાલુ રાખવા માટે પણ તેની પાસ પૂરતા રૂપિયા નથી. તેણે સરકારને એજીઆરની મોટી રકમ ચૂકવવાની છે.

Exit mobile version