Site icon Revoi.in

કરદાતાઓ માટે રાહતના સમાચાર, હવે 15 માર્ચ, 2022 સુધી ઇન્કમ ટેક્સ રિર્ટન ફાઇલ કરી શકાશે

Social Share

નવી દિલ્હી: જો તમે પણ 31 ડિસેમ્બર, 2021 સુધીમાં ઇન્કમ ટેક્સ રિર્ટન ફાઇલ કરવાનું ભૂલી ગયા હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી. સરકારે કરદાતાઓને મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે કરદાતાઓને મોટી રાહત આપતા ઇન્કમ ટેક્સ રિર્ટન ફાઇલ કરવાની તારીખ લંબાવી દીધી છે.

કેન્દ્ર સરકારે હવે આવકવેરો ભરવાની મુદત વધારી દીધી છે. કરદાતાઓ હવે 15 માર્ચ, 2022 સુધી ઇન્કમ ટેક્સ રિર્ટન ફાઇલ કરી શકાશે. કોરોનાના રોગચાળા દરમિયાન કરદાતાઓને મળેલી આ એક મોટી રાહત કહી શકાય.

નાણા મંત્રાલયના મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં આ માહિતી આપવામાં આવી છે. કોવિડની સાંપ્રત સ્થિતિને કારણે કરદાતાઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તારીખ વધારવામાં આવી છે. જાહેરનામામાં એમ પણ જાણકારી અપાઇ છે કે, આવકવેરા અધિનિયમ 1961ની જોગવાઇઓ હેઠળ વિવિધ ઓડિટ અહેવાલો ઇ-ફાઇલિંગ દરમાન પડતી સમસ્યાઓને કારણે સમય મર્યાદા લંબાવવામાં આવી છે.

સરકાર દ્વારા સમયમર્યાદા વધારાવાનો આ નિર્ણય ચોક્કસપણે ચોંકાવનારો છે, કારણ કે ગત વર્ષે ડિસેમ્બરના અંતમાં સરકારે કહ્યું હતું કે આવકવેરા રિટર્ન ભરવાની સમયમર્યાદા વધારવાનો કોઇ પ્રસ્તાવ નથી અને 31, ડિસેમ્બર, 2021 જ છેલ્લી તારીખ રહેશે.