Site icon Revoi.in

ભારતમાં 2016-2021 વચ્ચે 3.96 લાખ કંપનીઓ થઇ બંધ, મોદી સરકારે સત્તાવાર આંકડા રજૂ કર્યા

Social Share

નવી દિલ્હી: મોદી સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં 3.96 લાખ કંપનીઓને બંધ કરી દીધી છે. છેલ્લા પાંચ નાણાકીય વર્ષોમાં 3.96 લાખથી વધુ કંપનીઓને સરકારી રેકોર્ડથી હટાવી દેવામાં આવી છે.

કોર્પોરેટ બાબતોના મંત્રાલયે ગત નાણાંકીય વર્ષમાં સરકારી રેકોર્ડમાંથી 12,892 કંપનીઓને હટાવી દીધી છે. જ્યારે 2019-20માં આ સંખ્યા 2933 હતી. કોર્પોરેટ મામલાના રાજ્ય મંત્રી રાવ ઇન્દ્રજીત સિંહ દ્વારા મંગળવારે રાજ્યસભામાં લેખિત ઉત્તરમાં રજૂ કરેલા આંકડા અનુસાર છેલ્લા પાંચ નાણાંકીય વર્ષોમાં કુલ 3,96,585 કંપનીઓને રજીસ્ટ્રાર તરફથી હટાવવામાં આવી છે.

વર્ષ 2016-17માં કુલ 7943 કંપનીઓને રજીસ્ટરમાંથી હટાવવામાં આવી છે. જ્યારે 2017-18માં આ સંખ્યા 2,34,371 અને વર્ષ 2018-19માં 1,38,446 હતી. અનુપાલનમાં કમીને કારણે ઘણી કંપનીઓને બંધ કરી દેવામાં આવી.

બીજા એક અન્ય લેખિત જવાબમાં સિંહે કહ્યું કે સીએસઆર (કોર્પોરેટ સામાજિક દાયિત્વ) માળખુ ડિસ્ક્લોઝર આધારિત છે અને સીએસઆર હેઠળ આવતી કંપનીઓને વાર્ષિક આવી ગતિવિધિઓનું માળખુ એમસીએ 21 રજીસ્ટ્રીમાં દાખલ કરવાનુ હોય છે.