Site icon Revoi.in

નવા IT પોર્ટલ પર 25.80 લાખથી વધુ ITR થયા ફાઇલ

Social Share

નવી દિલ્હી: આવકવેરા વિભાગના નવા આઇટી પોર્ટલનું થોડાક સમય પહેલા જ લોન્ચિંગ કરવામાં આવ્યું છે ત્યારે નવા આઇટી પોર્ટલ પર અત્યારસુધી 25 લાખથી વધુ રિટર્ન ભરવામાં આવ્યા છે. આ ઉપરાંત 3.57 કરોડથી વધારે યુનિક લોગઇન અને 7.90 લાખથી વધુ પાનકાર્ડ જારી કરવામાં આવ્યા છે. ટેક્સ ડિપાર્ટમેન્ટ અનુસાર ઇ-ફાઇલિંગ 2.0 વેબસાઇટ હવે સુધરી રહી છે અને હવે સિસ્ટમ એરર ફ્રી થઇ રહી છે.

પ્રાપ્ત આંકડા અનુસાર વેબસાઇટ પર છેલ્લાં બે સપ્તાહમાં 25,82,175 આઇટી રિટર્ન એટલે કે આઇટીઆર ફાઇલ કરવામાં આવ્યા છે. કરદાતાઓએ કુલ 4,57,55,091 લોગ ઇન તેમજ 3,57,47,303 વિશિષ્ટ લોગ ઇન થયા છે. વેબસાઇટને પાનને આધાર સાથે જોડવા માટે 69,45,539 સફળ વિનંતીઓ મળી હતી. બીજી તરફ 7,90,404 ઇ-પાનની ફાળવણી કરવામાં આવી છે.

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી દૈનિક ધોરણે 1.5 લાખ ITR ભરવામાં આવી રહ્યા છે. અધિકારીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે વેબસાઇટ ટૂંક સમયમાં જ સામાન્યરૂપથી કામ કરવા લાગશે. આપને જણાવી દઇએ કે 7 જૂને નવું ઇન્કમ ટેક્સ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું પરંતુ લોન્ચિંગના થોડાક સમયમાં જ તેમાં અનેક ટેકનિકલ ક્ષતિઓ આવતા વિવાદ ઉપસ્થિત થયો હતો.