Site icon Revoi.in

નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રીનું નિવેદન- ભારતના લોકો હજુ આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યાં છે

Social Share

નવી દિલ્હી: એક તરફ ભારતીય અર્થતંત્રની ગાડી પાટે આવી રહી છે ત્યારે બીજી તરફ નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીનું એક ચિંતાજનક નિવેદન સામે આવ્યું છે. ભારતીય અર્થતંત્ર પર નિવેદન આપતા અભિજીત બેનર્જીએ કહ્યું કે, હજુ પણ વર્ષ 2019 કરતાં પણ નીચે છે. લોકો હજુ આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યા છે.

અમદાવાદ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહને સંબોધિત કરવા દરમિયાન તેમણે કહ્યું હતું કે, દેશમાં હજુ પણ પહેલા જેવું જ આર્થિક સંકટ છે. તમે અત્યારે એવા સ્થાને છો જ્યાંથી તમે દેશને કંઇક આપી શકો છો.

તેમણે વધુમાં જણાવ્યું કે, ભારતમાં લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લોકોની નાની આકાંક્ષાઓ હવે વધુ નાની થઇ ગઇ છે. દેશનું અર્થતંત્ર હજુ પણ 2019ના સ્તરથી નીચે છે. કેટલું નીચું છે તેની જાણ નથી છતાં તે એકદમ નીચલા સ્તરે કહી શકાય. હું તેના માટે કોઇના પર દોષનો ટોપલો ઢોળતો નથી. હું ફક્ત મારો અભિપ્રાય રજૂ કરી રહ્યો છે.

આપને જણાવી દઇએ કે અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીએ 10 દિવસ તિહાડ જેલમાં વ્યતિત કર્યા છે. ત્યાંનો અનુભવ શેર કરતા તેઓએ કહ્યું કે, જ્યારે હું જવાહરલાલ નહેરું યુનિવર્સિટીથી હાર્વર્ડ જવાનો હતો ત્યારે એક વિદ્યાર્થીના આંદોલનમાં જોડાયો હતો. તે પછી મને તિહાડ દેલમાં લઇ જવામાં આવ્યો અને 10 દિવસ સુધી ત્યાં રાખવામાં આવ્યો. તેમણે વિદ્યાર્થીઓને કારકિર્દી પસંદ કરતી વખતે સમાજ કે વાલીઓના દબાણમાં ના આવવાની સલાહ આપી હતી.