Site icon Revoi.in

હવે તમને અન્ય બેંકના ATMમાંથી પૈસા ઉપાડવાનું મોંઘુ પડશે, RBIએ ATM ઇન્ટરચેંજ ફી વધારી

Social Share

નવી દિલ્હી: હવે તમે જો તમારે જે બેંકમાં ખાતુ છે તે સિવાયના ATMમાંથી પૈસા ઉપાડશો તો વધુ મોંઘુ પડી શકે છે. RBIએ અન્ય બેંકના એટીએમ દ્વારા કરવામાં આવતા દરેક આર્થિક વ્યવહારો પર એટીએમ ઇન્ટરચેંજ ફી 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા કરી દીધી છે. ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શન પછી ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા ગ્રાહક ચાર્જીસની મહત્તમ મર્યાદા રૂ.20થી વધારીને 21 કરવામાં આવી છે.

1 જાન્યુઆરી, 2022 થી ઇન્ટરચેંજ ફીમાં વધારો લાગૂ થશે. આપને જણાવી દઇએ કે બેંક ગ્રાહકો દર મહિને ATMમાંથી 5 ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકે છે. ઘણા સમયથી આ ચાર્જીસમાં વધારાની માંગ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જાણો શું છે ATM ઇન્ટરચેંજ ફી

જો બેંક A નો ગ્રાહક તેના કાર્ડનો ઉપયોગ કરીને બેંક B એટીએમમાંથી પૈસા ઉપાડે છે, તો બેંક A ને બીજી બેંકને ચોક્કસ ફી ચૂકવવી પડે છે. આને ATM ઇન્ટરચેંજ ફી કહેવામાં આવે છે. ઘણાં વર્ષોથી ખાનગી બેંકો તેમજ વ્હાઇટ લેબલ એટીએમ ઑપરેટરો ઇંટરચેંજ ફીમાં રૂ.15થી વધારીને રૂ.18 કરવાની માંગ કરી રહ્યા હતા. અર્થાત્ હવે ફ્રી લિમિટ પછી અન્ય બેંકોના ATMમાંથી નાણા ઉપાડવા તમને વધુ મોંઘુ પડશે.

આપને જણાવી દઇએ કે અગાઉ RBI દ્વારા ઑગસ્ટ 2012માં ATM ઇન્ટરચેંજ ફી બદલવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રાહકો પર લાગૂ શુલ્કમાં ઑગસ્ટ 2014માં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ સ્થિતિમાં સમિતિની ભલામણોની તપાસ કર્યા પછી ઇન્ટરચેંજ ફી અને ગ્રાહક શુલ્ક વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

RBIએ કહ્યું છે કે આ નિર્ણય બેંકો અને ATM ઑપરેટરો પર ATM ડિપ્લોયમેન્ટ ખર્ચ અને જાળવણી ખર્ચની સાથે તમામ હિસ્સેદારો અને ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.