Site icon Revoi.in

હવે ક્રિપ્ટોકરન્સીમાં પણ FDની જેમ થઇ શકશે રોકાણ

Social Share

નવી દિલ્હી: ભારત સહિત વિશ્વમાં હવે ક્રિપ્ટોકરન્સીનો ટ્રેન્ડ ગતિ પકડી રહ્યો છે. ક્રિપ્ટો માર્કેટ પણ આગળ વધી રહ્યું છે. વર્ચ્યુઅલ કરન્સીના વધી રહેલ ક્રેઝ વચ્ચે હવે ભારતીય રોકાણકારો માટે રોકાણની નવી રીત શોધવામાં આવી છે. દેશના ક્રિપ્ટો એસેટ એક્સચેન્જોમાંના એક ઝેબપેએ આ રીત શોધી છે. ઝેબપે ભારતની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ પૈકીનુ એક છે. અહીં ક્રિપ્ટોકરન્સીને પણ ફિકસ્ડ ડિપોઝીટની જેમ ઇન્વેસ્ટ કરવામાં આવશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, ક્રિપ્ટો એસેટ એક્સચેંજ ઝેબપેએ ઝેબપે લેન્ડિંગ પ્લેટફોર્મ લોન્ચ કરવાની જાહેરાત કરી છે જે ભારતનું આ રીતનું પ્રથમ ક્રિપ્ટો લેન્ડિંગ મોડલ છે. કંપનીની આ નવી યોજના દ્વારા, યૂઝર્સ તેમનાં કોઇન ઝેબપે પાસે ઉધાર રાખી શકશે જેના બદલામાં તેમને ઉત્તમ વળતર આપવામાં આવશે. ચોક્કસ સમય સુધી આ સેવા પ્રદાન કરાશે. એટલે હવે કોઇપણ રોકાણકાર બિટકોઇન સહિતની અન્ય ક્રિપ્ટોકરન્સીમાં ફિકસ્ડ ડિપોઝીટની માફક રોકાણ કરીને નફો કમાઇ શકે છે.

ઝેબપેએ જણાવ્યું હતું કે તે ફિક્સ્ડ ટર્મ રોકાણકારોને 7 દિવસ, 30-દિવસ, 60-દિવસ અને 90-દિવસના સમયગાળા માટે પોતાના ક્રિપ્ટો ઉધાર રાખવાની મંજૂરી આપશે. જોકે અલગ અલગ સમયગાળા માટે વળતરનો દર ભિન્ન હશે. આ ઉપરાંત ફિક્સ ટર્મ અગાઉ આ પ્લાનમાંથી બહાર નહીં નીકળી શકાય. થાપણના સમયગાળાના આધારે ગ્રાહકો તેમના બિટકોઇન્સ પર 3%, ઇથેરિયમ અને ડાય પર 7% અને ટેથર પર 12% સુધી રિટર્ન મળશે.