Site icon Revoi.in

દેશના કેટલાક શહેરોમાં હજુ પણ પેટ્રોલ-ડીઝલ 100ને પાર, વાંચો યાદી

Social Share

નવી દિલ્હી: સરકાર દ્વારા થોડાક સમય પહેલા એટલે કે દિવાળીના સમય દરમિયાન પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં રાહત આપવામાં આવી હતી જેનાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં આંશિક ઘટાડો થયો હતો પરંતુ દેશના કેટલાક રાજ્યોના શહેરોમાં હજુ પણ પેટ્રોલ-ડીઝલ 100ને પાર મળી રહ્યું છે.

જો કે કેટલીક જગ્યાએ 95થી નીચે પણ પેટ્રોલ-ડીઝલ વેચાઇ રહ્યું છે. દેશના પ્રમુખ શહેરો એટલે કે દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ, કોલકત્તા અને શ્રીગંગાનગરમાં રેટ્સ પરન નજર કરીએ તો પેટ્રોલ અનુક્રમે, 103.97 રૂપિયા, 109.98 રૂપિયા, 101,40 રૂપિયા, 104.67 રૂપિયા અને 114.01 રૂપિયાથી મળી રહ્યું છે.

નીચેના શહેરોમાં 100 રૂપિયાથી ઓછી કિંમતે પેટ્રોલનું વેચાણ થઇ રહ્યું છે

ચંદીગઢ પેટ્રોલ 95.28 રુપિયા અને ડીઝલ 80.9 પ્રતિ લીટર
આઈજોલ પેટ્રોલ 94.26 રુપિયા અને ડીઝલ 79.73રુ. પ્રતિ લીટર
લખનૌ પેટ્રોલ 95.28 રુપિયા અને ડીઝલ 86.8  પ્રતિ લીટર
શિમલા પેટ્રોલ 95.78 રુપિયા અને ડીઝલ 80.35 પ્રતિ લીટર
રાંચી પેટ્રોલ 98.52 રુપિયા અને ડીઝલ 91.56 પ્રતિ લીટર
શિલોંગ પેટ્રોલ 99.28 રુપિયા અને ડીઝલ 88.75 પ્રતિ લીટર
દહેરાદૂન પેટ્રોલ 99.41 રુપિયા અને ડીઝલ 87.56 પ્રતિ લીટર
દમન પેટ્રોલ 93.02 રુપિયા અને ડીઝલ 86.9 પ્રતિ લીટર

નોંધનીય છે કે, ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલની કિંમતો બદલાય છે. સવારે 6 વાગે નવા ભાવ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ શુ છે. આ આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.