Site icon Revoi.in

હવે સસ્તુ થઇ શકે છે પેટ્રોલ અને ડીઝલ, પેટ્રોલિયમ મંત્રીએ આપ્યું આ કારણ

Social Share

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત વધી રહી છે જેને કારણે સામાન્ય જનતાની કમર તૂટી ચૂકી છે. સરકાર પણ લોકોના રોષનો ભોગ બની રહી છે અને પોતાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કરી રહી છે. આ દરમિયાન પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે ડીઝલ-પેટ્રોલની કિંમતો વધી ગઇ છે, અને શિયાળાની ઋતુમાં આવું થતું હોય છે અને શિયાળાની વિદાય સાથે પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટી જશે.

પેટ્રોલિયમ મંત્રીએ તેલ ઉત્પાદક દેશોના સંદર્ભમાં કહ્યું હતું કે, તમે કિંમતોમાં વૃદ્વિ નહીં કરી શકો, કેમ કે આયાત કરનારા દેશોને તે પ્રભાવિત કરે છે. ખરાબ હવામાનનાં કારણે છેલ્લા 2-3 સપ્તાહમાં અમેરિકામાં ઉત્પાદન ધીમુ થઇ ગયું છે, પ્રધાને કહ્યું કે કેટલાક દિવસોમાં સ્થિતિ સુધરે તેવી આશા છે.

થોડાક સમય પહેલા પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું હતું કે, તેમણે જીએસટી કાઉન્સિલને પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટીના દાયરા હેઠળ લાવવાની અપીલ કરી હતી. કારણ કે તેનાથી લોકોને ફાયદો થશે.

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પણ કેટલાક દિવસો પહેલા સંકેત આપ્યા હતા કે પેટ્રોલિયમ પેદાશોની વિનંતી પર જીએસટી કાઉન્સિલ અમલ કરે છે તો, પેટ્રોલ-ડિઝલની કિંમતો અડધી રહી જશે.

(સંકેત)