Site icon Revoi.in

મોંઘવારીથી કેન્દ્ર સરકારને થઇ બમ્પર કમાણી, આંકડા જાણીને ચોંકી જશે

Social Share

નવી દિલ્હી: એક તરફ મોંઘવારીએ દેશના સામાન્ય લોકોની કમર તોડી નાંખી છે ત્યારે બીજી તરફ આ જ મોંઘવારીને કારણે સરકારની તિજોરીઓ માલામાલ થઇ રહી છે. પેટ્રોલિયમ ઉત્પાદનો પર ટેક્સ કલેક્શનમાં 33 ટકાનો વધારો થયો છે.

વર્તમાન નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ 6 મહિનામાં ગત વર્ષના સમાન સમયની તુલનાએ ટેક્સ કલેક્શનમાં 33 ટકાનો વધારો થયો છે. કોરોના રોગચાળા પૂર્વેના આંકડા સાથે સરખામણી કરવામાં આવે તો પેટ્રોલિયમ ઉત્પાદો પર ઉત્પાદન કરતા સંગ્રહમાં 79 ટકાનો ભારે વધારો થયો છે.

લેખ મહાનિયંત્રકના આંકડા પ્રમાણે ચાલુ નાણા વર્ષના પ્રથમ છ મહિનામાં પેટ્રોલિયમ ઉત્પાદો પર કર સંગ્રહ નાણા વર્ષના સમાન સમયની તુલનામાં 33 ટકા વધીને 1.71 લાખ કરોડ રૂપિયા પહોંચી ગયો છે. ગત વર્ષની તુલનામાં આ 1.28 લાખ કરોડ રૂપિયા હતો.

સમગ્ર નાણા વર્ષ 2020-21માં પેટ્રોલિયમ ઉત્પાદોથી સરકારનું ઉત્પાદ કર સંગ્રહ 3.89 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. વર્ષ 2019-20માં આ 2.39 લાખ કરોડ રૂપિયા હતું.

નાણા વર્ષ 2020-21ના પહેલા છ મહિનામાં પેટ્રોલિયમ ઉત્પાદો પર વધ્યું ઉત્પાદન કર સંગ્રહ 42, 931 કરોડ રુપિયા રહ્યો હતો. આ સરકારના સમગ્ર વર્ષ માટે લીધેલા બોન્ડ દેનદારી 10,000 કરોડ રુપિયાના ચાર ગણો છે.

ગત વર્ષે પેટ્રોલ પર ઉત્પાદ કરને 19.98 રૂપિયા વધારીને 32.9 રૂપિયા લીટર કરી દીધા હતા. આ રીતે ડીઝલ પર કર વધારી 31.80 રૂપિયા પ્રતિ લિટર કરી દીધો હતો. આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિંમતો સુધારા સાથે 85 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગઇ છે અને માંગ વધી છે. પરંતુ સરકારે ઉત્પાદન કર નથી ઘટાડ્યો. આ જ કારણ છે કે દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ 100થી વધુના ભાવે વેચાઇ રહ્યું છે.

Exit mobile version