Site icon Revoi.in

ડિજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ પર RBIની રોક, આ છે તેનું કારણ

Social Share

નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ બેંક RBIએ મહત્વનો નિર્ણય લીધો છે. RBIએ પેમેન્ટ નેટવર્ક પ્લાન પર પ્રતિબંધ મૂક્યો છે. ઑનલાઇન ટ્રાન્ઝેક્શનમાં નેશનલ પેમેન્ટ્સ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના વર્ચસ્વને સમાપ્ત કરવાની યોજના માટે બેંકે આ પ્રતિબંધ લાગૂ કર્યો છે.

RBIએ ગત વર્ષે નવા પેમેન્ટ નેટવર્ક માટે EoI આમંત્રિત કર્યું હતું. એમેઝોન, ગૂગલ, ફેસબૂક અને તાતા જૂથના નેતૃત્વમાં ઓછામાં ઓછા 6 કન્સોર્ટિયમોએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ICICI બેંક લિમિટેડ જેવી કંપનીઓ સાથે ભાગીદારીમાં જોડાણ કર્યું છે.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) અને યુનિયન બેન્ક જેવા જાહેર ક્ષેત્રના ધિરાણકર્તાઓને નાણાં મંત્રાલય દ્વારા લાઇસન્સ લેવાથી રોકવામાં આવ્યા હતા કારણ કે તેઓ NPCIમાં શેરહોલ્ડર હતા.

નાણાંકીય વર્ષ 2020-21 માં ડિજિટલ પેમેન્ટ 88 ટકા વધીને 43.7 અબજ ટ્રાન્ઝેક્શન થયું છે. નાણાકીય વર્ષ 19 માં ડિજિટલ વ્યવહારોની સંખ્યા 23 અબજ હતી. ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં ઝડપી વૃદ્ધિ અને આ ક્ષેત્રમાં નવી કંપનીઓના પ્રવેશને કારણે વ્યવહારોમાં તેજી આવી છે.

આ બાબત સાથે સંકળાયેલા બે લોકોમાંથી એકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે RBI ને લાગે છે કે વિદેશી સંસ્થાઓ સાથે સંબંધિત ડેટા સુરક્ષાનો મુદ્દો મુખ્ય ચિંતાનો વિષય છે.