Site icon Revoi.in

RBIએ ઇમરજન્સી સ્વાસ્થ્ય સેવાઓ માટે 50,000 કરોડ રૂપિયાની કરી જાહેરાત

Social Share

નવી દિલ્હી: કોરોનાના સંકટકાળ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હેલ્થ સેવા માટે 50,000 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેના માધ્યમથી બેંક વેક્સીન ઉત્પાદકો, વેક્સીન ટ્રાન્સપોટર્સ, એક્સપોટર્સને સરળ હપ્તા પર લોન ઉપલબ્ધ કરાવશે. આ ઉપરાંત હોસ્પિટલ્સ, સ્વાસ્થ્ય સેવા પ્રદાન કરનારાઓને પણ તેનો લાભ મળશે. આ અંગે RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, પ્રાથમિક્તા ધરાવતા સેક્ટર માટે ઝડપથી લોન અને ઇન્સેન્ટિવ આપવામાં આવશે.

RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેરથી અર્થતંત્ર મોટા પાયે પ્રભાવિત થયું છે. તેના સાથે જોડાયેલી સ્થિતિઓ પર RBI નજર રાખી રહ્યું છે. બીજી લહેરની વિરુદ્વ મોટા પગલાં લેવાની આવશ્યકતા છે. કોરોનાની પ્રથમ લહેર બાદ અર્થતંત્ર ફરીથી પાટે ચડ્યું હતું પરંતુ કોરોનાની બીજી લહેરથી ફરી એક વાર અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે.

આરબીઆઇએ નાના કારોબારીઓને મોટી રાહત આપી છે. શક્તિકાંત દાસે કહ્યું કે, પ્રાથમિકતા ધરાવતા સેક્ટર માટે ઝડપથી લોન અને ઇન્સેન્ટિવ આપવામાં આવશે. આ ઉપરાંત આ સેક્ટરોને ઝડપથી લોન તેમજ ઇન્સેટિવની જોગવાઇ કરવામાં આવશે. વિશેષમાં બેંક, કોવિડ બેંક લોન પણ બનાવશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર વેક્સીનેશનને વધુ વેગવાન બનાવવા માટે પ્રયાસરત છે. વૈશ્વિક અર્થતંત્રમાં રિકવરીના સંકેત છે. ભારતની વાત કરીએ તો ભારતીય અર્થતંત્ર પણ દબાણથી બહાર આવતું હોવાનું જોવા મળી રહ્યું છે. આગામી સમયમાં સારા ચોમાસાથી ગ્રામીણ માંગમાં તેજી શક્ય છે. ઉત્પાદન એકમોમાં પણ થોડી ગતિ જોવા મળી રહી છે.

(સંકેત)