Site icon Revoi.in

RBIએ નાસિકની આ બેંક વિરુદ્વ કરી કાર્યવાહી, ખાતાધારક 6 મહિના સુધી પૈસા નહીં ઉપાડી શકે

Social Share

નવી દિલ્હી:  ભારતની સર્વોચ્ચ બેંક RBIએ હવે મહારાષ્ટ્રની એક બેંક પર ગાળિયો કસ્યો છે. આ વખતે મહારાષ્ટ્રના નાસિકમાં ‘Independence Co-Operative Bank Limited’ પર ઉપાડને લઇને અનેક પ્રતિબંધ લગાવ્યા છે. આ બેંકના ખાતાધારકો હવે પૈસા કાઢી શકશે નહીં. આ રોક પ્રારંભમાં 6 મહિના માટે લગાવાઇ છે.

બેંકની હાલની ખરાબ પરિસ્થિતિને જોઇને બેંકે આ કાર્યવાહી કરી છે. જો કે  RBIએ ખાતરી સાથે કહ્યું છે કે ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઇન્શ્યોરન્સ સ્કીમ હેઠળ 99.89 ટકા ખાતાધારકોના પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે. એટકે કે બેંકમાં જમા પૈસા ડૂબશે નહીં.

ઇન્શ્યોરન્સ સ્કીમ અનુસાર દરેક ખાતાધારક DICGC હેઠળ પોતાની કુલ જમા રકમના 5 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ ઇન્શ્યોરન્સ ક્લેમ મેળવવા માટે હકદાર છે. એટલે કે જે ખાતાધારકોએ 5 લાખ રૂપિયા સુધીની રકમ બેંકમાં જમા રાખી છે તેમણે ગભરાવવાની જરૂર નથી. તેમને પૂરા પૈસા પાછા મળી જશે.

આ કાર્યવાહી અંગે RBIએ કહ્યું હતું કે બેંકની હાલની રોકડની સ્થિતિને ધ્યાનમાં રાખતા આ પગલું ભરવામાં આવ્યું છે. હવે ખાતાધારકોને બચત કે ચાલુ ખાતામાંથી કે કોઇપણ ખાતામાં જમા રકમમાંથી કોઇપણ રકમ ઉપાડવાની મંજૂરી રહેશે નહીં.

તે ઉપરાંત લગાવ્યા આ પ્રતિબંધ

બેંકે રોકડ ઉપાડ પર પ્રતિબંધ ઉપરાંત અન્ય પ્રતિબંધ પણ લગાવ્યા છે જેમાં બેંકના મુખ્ય કાર્યકારી અધિકારી RBIની મંજૂરી વગર કોઇ લોન મંજૂર કરી શકશે નહીં કે લોન રિન્યૂ કરી શકશે નહીં. રોકાણ નહીં કરી શકે કે ચૂકવણી પણ નહીં કરી શકે. RBIએ કહ્યું કે પ્રતિબંધો છતાં ઇન્ડિપેન્ડન્સ કો ઓપરેટિવ બેંક જ્યાં સુધી સ્થિતિમાં સુધારો ના આવે ત્યાં સુધી પોતાનો બેન્કિંગ કારોબાર કરી શકશે.

(સંકેત)