Site icon Revoi.in

RBI ડિવિડન્ડ તરીકે કેન્દ્ર સરકારને રૂ.57,128 કરોડ ચૂકવશે

Social Share

નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન આરબીઆઇ ડિવિડન્ડ પેટે સરકારને 57128 કરોડ રૂપિયા ચૂકવશે. ગત વર્ષે RBIએ ડિવિડન્ડ તરીકે 1.76 લાખ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. સરકારે બજેટમાં આરબીઆઇના ડિવિડન્ડની આવક 60,000 કરોડ રૂપિયા આંકી હતી. જો કે સરકારી અધિકારીઓને આશા હતી કે આરબીઆઇ આનાથી પણ વધારે રકમ ચૂકવશે.

આરબીઆઇ આ વર્ષે સરકારને વધુ ડિવિડન્ડ ચૂકવે તે શક્ય ન હતું અને આરબીઆઇએ ચૂકવેલું ડિવિન્ડ ધારણા મુજબ જ છે તેવો અર્થશાસ્ત્રીઓએ સૂર વ્યક્ત કર્યો હતો. જો કે આરબીઆઇ બોર્ડ દ્વારા ગયા વર્ષે સ્વીકારવામાં આવેલ ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક(ઇસીએફ) હેઠળ કન્ટીજન્સી રિસ્ક બફરને બેલેન્સ શીટના 5.5 થી 6.5 ટકા  રાખવું પડશે.

આપને જણાવી દઇએ કે નાણાકીય વર્ષ 2018-19માં આરબીઆઇએ ડિવિન્ડ તરીકે 1,23,414 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આરબીઆઇએ બફર 5.5 ટકા રાખવાનો નિર્ણય લીધો છે.

નોંધનીય છે કે, આરબીઆઇનું નાણાકીય વર્ષ જુલાઇથી શરૂ થાય છે અને જૂનમાં સમાપ્ત થાય છે. આગામી વર્ષથી આરબીઆઇનું પણ નાણાકીય વર્ષ એપ્રિલથી શરૂ થશે અને માર્ચમાં સમાપ્ત થશે.

(સંકેત)