Site icon Revoi.in

સકારાત્મક સમાચાર, જાન્યુઆરીમાં ફુગાવો ઘટીને 4.06 ટકા

Social Share

નવી દિલ્હી: ભારતના અર્થતંત્રને લઇને સારા સમાચાર છે. ફુગાવામાં ઘટાડો થયો છે. તો બીજી તરફ ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થયો છે. સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પિલમેન્ટેશન મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર ડિસેમ્બર, 2020માં ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન આધારિત ઔદ્યોગિક ઉત્પાદનમાં 1 ટકાનો વધારો થયો છે.

બીજી તરફ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર જાન્યુઆરી, 2021માં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત રીટેલ ફુગાવો ઘટીને 4.06 ટકા થયો છે.

ઉલ્લેખનીય છે કે નવેમ્બર, 2020માં  આઇઆઇપી આધારિત ઔૈદ્યોગિક ઉત્પાદનમાં 1.9 ટકાનો ઘટાડો થયો હતોે. જ્યારે ડીસેમ્બર, 2019માં ઔૈદ્યોગિક ઉત્પાદનમાં 0.4 ટકાનો ઘટાડો થયો હતો.

ડિસેમ્બર, 2020માં સેક્ટરની વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 1.6 ટકાનો વધારો, માઇનિંગ સેક્ટરમાં 4.8 ટકાનો ઘટાડો, વીજ ઉત્પાદનમાં 5.1 ટકાનો વધારો થયો છે. મહત્વનું છે કે, ગત વર્ષે માર્ચ મહિનાથી ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે માર્ચમાં કોરોનાને પગલે ઔદ્યોગિક ઉત્પાદનમાં વિક્રમજનક 18.7 ટકાનો ઘટાડો થયો હતો.

જાન્યુઆરી, 2021માં શાકભાજીના ભાવ ઘટવાને કારણે ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, 2020માં સીપીઆઇ આધારિત ફુગાવો 4.59 ટકા હતો. જ્યારે જાન્યુઆરી, 2020માં ફુગાવો 7.6 ટકા હતો.  જાન્યુઆરી, 2021માં ખાદ્યાન્ન વસ્તુઓનો ફુગાવો 1.89 ટકા રહ્યો છે. જે ડિસેમ્બર, 2020માં 3.41 ટકા હતો તેમ નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.

(સંકેત)

Exit mobile version