Site icon Revoi.in

આજે શેરબજાર પત્તાની માફક ધ્વસ્ત, રોકાણકારોના 2.7 લાખ કરોડ રૂપિયા ‘સ્વાહા’

Social Share

નવી દિલ્હી: કારોબારી સપ્તાહના ચોથા દિવસે સેન્સેક્સ પત્તાની માફક ધ્વસ્ત થયો હતો અને તેમાં 800 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સ 800 પોઇન્ટ ઘટીને 59,414ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

આજે સવારે જ સેન્સેક્સમાં 800 પોઇન્ટનો કડાકો બોલી જતા રોકાણકારોને માત્ર 60 સેકન્ડમાં જ 2.7 લાખ કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. રોકાણકારોના 27 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઇ ગયા હતા. સેન્સેક્સે દિવસમાં 59,352 નીચલા સ્તર અને 59,781 ઉપલા સ્તરે બનેલા છે.

સેન્સેક્સ ખુલતા જ મિનિટોમાં જ 600 ટકા સુધી ધ્વસ્ત થયો હતો. સેન્સેક્સના પ્રમુખ 30 શેર્સમાંથી માત્ર 3માં જ તેજી જોવા મળી રહી છે જ્યારે બાકીના 27 શેર્સ રેડ સિગ્નલમાં છે. ખાસ કરીને HDFC Bank, ઇન્ફોસિસ, ટેક મહિંદ્રા, એચસીએલ ટેક જેવા શેર્સમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે કોટક બેંક, મહિંદ્રા એન્ડ મહિંદ્રા, ઇન્ડસઇન્ડ બેંક, ICICI બેંક, બજાજ ફિનસર્વ 1-1 ટકા તૂટ્યું છે.

માત્ર તાતા સ્ટીલ, સનફાર્મા અને એરટેલ ગ્રીન સીગ્નલ પર ટ્રેડ કરી રહ્યા છે. સેન્સેક્સ 261 સ્ટોક પર સર્કિટમાં તેમજ 172 લોઅર સર્કિટમાં છે. સર્કિટનો અર્થ એક દિવસમાં તેનાથી વધારે અથવા ઘટાડો ક્યાં શેરમાં ના હોઇ શકે. લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 269.60 લાખ કરોડ રૂપિયા છે. કાલે આ 273.35 લાખ કરોડ રૂપિયા હતો.

નિફ્ટી પણ 233 અંકના કડાકા સાથે 17,686 પર કારોબાર કરી રહ્યો છે. આ 17,768 પર ખુલ્યા હતા. દિવસમાં આને 17,797 ના ઉપરના તેમજ 17,671ની નીચલું સ્તર બનાવ્યું છે. આનાથી 50 શેર્સમાંથી 43 ઘટાડા અને 7 વધારા સાથે કારોબાર કરી રહ્યાં છે.

નિફ્ટીમાં વાત કરીએ તો ઘટાડામાં પ્રમુખ શેરમાં  HDFC, HCL ટેક, HDFC બેંક, ટેક મહિન્દ્રા અને આયશર મોટર્સ છે. વધનારા શેરમાં હિંડાલકો, એરટેલ, UPL અને સનફાર્મા છે.