Site icon Revoi.in

કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેક્સમાં 270 પોઇન્ટનો ઉછાળો, નિફટી 15 હજારને પાર

Social Share

મુંબઇ: આજે કારોબારી સપ્તાહના છેલ્લા દિવેસ શેરબજારમાં મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે. આજે પ્રારંભિક કારોબાર દરમિયાન સેન્સેક્સ 269.12 પોઇન્ટની તેજી સાથે ખુલ્યો હતો અને નિફ્ટી 81.75 પોઇન્ટ ઉપર ખુલ્યા બાદ સંગીન સ્થિતિમાં કારોબાર કરી રહ્યો છે.

અગાઉ ગુરુવારે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. ગઇકાલે સેન્સેક્સ 337.78 પોઇન્ટના કડાકા સાથે 49,564.86 પર બંધ રહ્યો હતો. તો બીજી તરફ નિફ્ટીએ 124.10 પોઇન્ટના ઘટાડા સાથે 14,906.05ની સપાટીએ બંધ રહ્યો હતો.

જો કે, કાલના ઘટાડા બાદ આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં પ્રારંભિક કારોબારમાં તેજી જોવા મળી છે. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 50 હજારની સપાટીને પાર પહોંચ્યો છે જ્યારે નિફ્ટી 15,054.45 સુધી ઉછળ્યો છે.

આજે કારોબાર દરમિયાન સ્મૉલકેપ તેમજ મિડકેપ શેરોમાં ખરીદદારીનું વલણ જોવા મળી રહ્યું છે. BSEના મિડકેપ ઇન્ડેક્સમાં મજબૂતિની સ્થિતિ દેખાઇ રહી છે જ્યારે BSEના સ્મૉલકેપ ઇન્ડેક્સમાં વધારા સાથે કારોબાર થઇ રહ્યો છે.

US માર્કેટમાં પણ ત્રણ દિવસ બાદ તેજી જોવા મળી છે. વૈશ્વિક માર્કેટમાં પણ સારા સંકેતો મળ્યા છે. ટેક શેર્સની સ્થિતિ પણ સંગીન રહેતા માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભારતીય શેરબજારના પ્રારંભિક કારોબારની હાઇલાઇટ્સ
SENSEX
Open 49,833.98
High 50,135.88
Low 49,832.72

NIFTY
Open 14,987.80
High 15,069.25
Low 14,985.85

સપ્તાહના અંતિમ દિવસ ગ્લોબલ સંકેત પણ સારા રહ્યા છે. ટેક શેરોની સારી સ્થિતિના US માર્કેટમાં ત્રણ દિવસ બાદ તેજી જોવા મળી છે. DOW આજે 190 અંક વધ્યો છે અને એશિયાઈ બજારોની મજબૂત શરૂઆત થઈ છે. SGX NIFTY માં 130 અંકોની તેજી દેખાઈ છે.