Site icon Revoi.in

સિંગાપોર સ્થિત ડીબીએસ બેંક ડિજીટલ કરન્સી એક્સચેંજ લૉન્ચ કરશે

Social Share

સિંગાપોર: સિંગાપોરની સૌથી મોટી બેંક ડીબીએસ ડિજીટલ કરન્સી એક્સચેંજ લોન્ચ કરશે. આ એક્સચેંજમાં બિટકોઇન, ઇથર, એક્સઆરપી કેશમાં ટ્રેડિંગ થશે. આ અંગે માહિતી આપતા ડીબીએસ બેંકના પ્રમુખ પિયુષ ગુપ્તાએ જણાવ્યું હતું કે પારંપરિક બેંક તરફથી શરૂ કરનારા ડીબીએસ બેંક ડિજીટલ એક્સચેંજ વિશ્વની સૌપ્રથમ ક્રિપ્ટોકરન્સી બેંક હશે. આ પ્લેટફોર્મ પર ઇન્સ્ટિટ્યુશનલ તથા એલિટ રિટેલ રોકાણકારોને પણ ટ્રેડિંગની તક સાંપડશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, એક ક્રિપ્ટોકરન્સી એક્સપર્ટ અનુસાર ડિજીટલ કરન્સી એક્સચેંજની સિંગાપોર ફિનટેક ફેસ્ટિવલ અગાઉની જાહેરાત ક્રિપ્ટોકરન્સી સામેની ધારણા બદલશે અને તેને કાયદેસર રોકાણ તરીકે માનવામાં આવશે. ડીબીએસ બેંકે આગામી સપ્તાહથી આ એક્સચેંજ શરૂ કરવાની આશા વ્યક્ત કરી છે. આ એક્સચેંજમાં સિંગાપોર ડોલર, અમેરિકી ડોલર, હોંગકોંગ ડોલર અને જાપાની યેન દ્વારા ક્રિપ્ટોકરન્સીનું ટ્રેડિંગ થઇ શકશે. એક્સચેંજનો ટ્રેડિંગનો સમયગાળો સવારે 9થી 4 વાગ્યા સુધી હશે તેમજ સોમવારથી શુક્રવાર સુધી ટ્રેડિંગ થઇ શકશે.

નોંધનીય છે કે ડિજીટલ કરન્સી એક્સચેંજ માટે ડીબીએસ બેંકને સિંગાપોર સેન્ટ્રલ બેંક, મોનિટરી ઓથોરિટી ઑફ સિંગાપોરની સૈદ્વાંતિક મંજૂરી મળી ગઇ છે. તેમાં સિંગાપોર એક્સચેંજની 10 ટકા હિસ્સેદારી જશે. ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ માટે ડીબીએસ ડિજીટલ એક્સચેંજ રિયલ એસ્ટેટ, કાર અથવા કોર્પોરેટ સ્ટોકની સિક્યુરિટી લેશે. તેનો અર્થ એ થાય છે કે સ્મોલ, મીડિયમ અને મલ્ટીનેશનલ કોર્પોરેશન અનલિસ્ટેડ કંપનીઓના શેર્સ, બોન્ડ દ્વારા મૂડી એકત્ર કરી શકાશે.

(સંકેત)