Site icon Revoi.in

ભારતમાં આ વર્ષે ક્રૂડ સ્ટીલ ઉત્પાદન 18 ટકા વધી 12 કરોડ ટન થવાની સંભાવના

Social Share

નવી દિલ્હી: આ વર્ષે દેશમાં કાચા સ્ટીલનું ઉત્પાદન વધવાની સંભાવના છે. દેશમાં કાચા સ્ટીલનું ઉત્પાદન ચાલુ નાણાકીય વર્ષ 2021-22ના અંત સુધી 18 ટકા વધીને 12 કરોડ ટન સુધી પહોંચી જવાની સ્ટીલ રાજ્યમંત્રી ફગ્ગનસિંહ કુલસ્તેએ આશા વ્યક્ત કરી છે. ચાલુ નાણાકીય વર્ષમાં સ્ટીલની માંગ 10 કરોડ ટન રહેવાની સંભાવના છે.

ગત નાણાકીય વર્ષ 2020-21માં ભારતમાં કાચા સ્ટીલનું ઉત્પાદન 10.2 કરોડ ટન થયું હતું. જેમાં ગત વર્ષ 2019-20ની તુલનાએ 6.1 ટકાનો ઘટાડો થયો છે. ગત નાણાકીય વર્ષમાં કોરોના મહામારી અને તેને કારણે લાગૂ કરાયેલા લોકડાઉનને કારણે સ્ટીલ સેક્ટરના ઉત્પાદનને ફટકો પડ્યો હતો.

એપ્રિલ-જુલાઈ,2021માં દેશમાં ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન 44.6 ટકા વધીને 3.75 કરોડ ટનથી વધુ રહ્યું હતું. ચાલુ નાણાકીય વર્ષમાં અમે 11.5થી 12 કરોડ ટનનું ઉત્પાદન મેળવી શકીશું તેવો આશાવાદ સ્ટીલ મિનિસ્ટરે વ્યક્ત કર્યો હતો. નેશનલ સ્ટીલ પોલિસી હેઠળ સરકારે 2030-31 સુધી 30 કરોડ ટન સ્ટીલના ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના, ભારતમાલા, સાગરમાલા અને ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર જેવા મોટા માળખાગત પ્રોજેક્ટ્સ પહેલાથી જ ચાલી રહ્યા છે. તેનાથી દેશમાં સ્ટીલની માંગમાં વધારો થશે.