Site icon Revoi.in

મની લોન્ડરિંગ કેસ: EDએ એમનેસ્ટી ઇન્ડિયાની 17 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી

Social Share

નવી દિલ્હી: વૈશ્વિક માનવ અધિકાર માટે કાર્યરત સંસ્થા એમનેસ્ટી ઇન્ડિયાના બે એકમો વિરુદ્વ કાર્યવાહી થઇ છે. તેના બે એકમોની 17 કરોડ રૂપિયાની બેંક ડિપોઝીટ ટાંચમાં લેવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ જાણકારી આપી છે. બંને એકમો વિરુદ્વ દાખલ કરાયેલા મની લોન્ડરિંગ કેસના સંબંધમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે એમનેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ(એઆઇઆઇપીએલ) અને ઇન્ડિયન્સ ફોર એમનેસ્ટી ઇન્ટરનેશનલ ટ્રસ્ટ(આઇએટીટી)ના બેંક ખાતાઓ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ ટાંચમાં લેવાનો પ્રોવિઝનલ ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો.

ઇડીએ વધુમાં જણાવ્યું છે કે સીબીઆઇએ દાખલ કરેલી એફઆઇઆરને આધારે તેણે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. સીબીઆઇએ ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ(એફસીઆરએ) અને ઇન્ડિયન પિનલ કોડ(120-બી)ની જોગવાઇઓ હેઠળ કેસ દાખલ કર્યો હતો.

ઇડીએ આરોપ મૂક્યો છે કે કેન્દ્ર સરકારે એફસીઆરએ લાયસન્સ રદ કતા એમનેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયા ફાઉન્ડેશન ટ્રસ્ટે વિદેશમાંથી નાણા મેળવવાની નવી પધૃધતિ અપનાવી હતી.

ઇડીના જણાવ્યા અનુસાર એફસીઆરએ લાયસન્સ રદ કરવામાં આવ્યા પછી પણ એમનેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે એમનેસ્ટી ઇન્ટરનેશનલ(યુકે) પાસેથી 51.72 કરોડ રૂપિયા મળવ્યા હતાં.  ઉલ્લેખનીય છે કે ઇડીએ અગાઉ પણ આ કેસમાં કેટલીક મિલકતો ટાંચમાં લીધી હતી.

(સંકેત)