Site icon Revoi.in

આવકવેરા વિભાગની નવી વેબસાઇટ આજે થશે લૉન્ચ, જાણો કરદાતાઓને કઇ-કઇ સુવિધાઓ મળશે

Social Share

નવી દિલ્હી: દેશના કરદાતાઓ માટે સારા સમાચાર છે. હવે આવકવેરા વિભાગ રિટર્ન ફાઇલિંગને વધુ સરળ બનાવવા જઇ રહ્યું છે. વિભાગ કરદાતાઓ માટે નવું ઇ-ફાઇલિંગ વેબ પોર્ટલ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. ITR ફાઇલ કરવા અને તેને સંબંધિત કામકાજ માટે આ પોર્ટનો ઉપયોગ કરી શકાશે. નવું પોર્ટલ વધુ સહજ અને અનુકૂળ હશે. આ વેબસાઇટના લોન્ચિંગ બાદ કરદાતાઓ મોબાઇલથી પણ રિટર્ન ભરી શકશે.

આ સુવિધાઓ કરદાતાઓ માટે ઉપલબ્ધ બનશે

>>  હાલમાં કરદાતા અને ચાર્ટડ એકાઉન્ટન્ટ માટે અલગ લોગીન થાય છે. ક્લાયંટ નવા પોર્ટલમાં સીએ અને એડવોકેટના લોગીનમાં ક્લાઈન્ટ પણ કનેક્ટ થશે.
>>  કરદાતાઓ જાણતા નથી હોતા કે તેમણે કયું આઈટીઆર ફાઇલ કરવાનું છે. માટે સીએ પર આધાર રહેતો હતો. નવા પોર્ટલમાં કરદાતાઓને કેટલાક સરળ પ્રશ્નો પૂછવામાં આવશે તે પછી પોર્ટલ જણાવશે કે કરદાતાઓએ આઈટીઆર 1-2-3 માંથી ક્યુ ભરવાનું છે.
>>  પ્રાદેશિક ભાષાઓમાં માહિતી પોર્ટલ પર મળશે. અત્યારસુધી માહિતી ફક્ત અંગ્રેજી ભાષામાં જ ઉપલબ્ધ હતી.
>>  નવા પોર્ટલમાં ટીડીએસ, એફડી અને કરદાતાઓની અન્ય બચતની વિગતો હશે. તેમાં ફેરફાર કરવાની સુવિધા પણ તેમને મળશે.
>>  અત્યાર સુધી પોર્ટલનો રંગ વાદળી હતો. નવું પોર્ટલ કરદાતાઓને નવા રંગમાં દેખાશે.
>>  પોર્ટ પર સામે ડેશબોર્ડ હશે. હવે આ સુવિધા જૂના પોર્ટલમાં અંદર રહેતી હતી. એક એપડેટ એપણ મળશે કે કરદાતાઓને તે જાણવાની મંજૂરી મળશે કે તેઓએ હજી સુધી કયુ કાર્ય નથી કર્યું.
>>  કરદાતાઓના પ્રશ્નોના ઝડપી જવાબ માટે નવું કોલ સેન્ટર પણ શરૂ કરવામાં આવશે. કરદાતાઓ તરફથી વારંવાર પૂછાતા પ્રશ્નો, વપરાશકર્તા માર્ગદર્શિકાઓ, વિડિઓ જેવી સુવિધાઓ પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે.
>>  નવા પોર્ટલ દ્વારા કરદાતાઓને આવકવેરાના ફોર્મ ભરવા, ટેક્સ પ્રોફેશનલ્સને જોડવા, ફેસલેસ સ્ક્રૂટિની અથવા અપીલમાં નોટિસને જવાબ સબમિટ કરવા વગેરેનો લાભ લઈ શકે છે.

નોંધનીય છે કે, જુના પોર્ટલથી નવા પોર્ટલ તરફ માઈગ્રેશનનું કામ પૂર્ણ થઈ રહ્યું છે  વિભાગે એક આદેશમાં અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે કોઈપણ કેસમાં સુનાવણી અથવા ફરિયાદોના નિકાલ માટે 10 જૂન પછી તારીખ નક્કી કરવામાં આવે જેથી ત્યાં સુધીમાં કરદાતાઓ નવી સિસ્ટમ સમજી શકે. આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ દરમિયાન કરદાતા અને વિભાગના અધિકારી વચ્ચે નક્કી કરાયેલ કોઈપણ કામ મુલતવી રાખી શકાય છે.