Site icon Revoi.in

ભાગેડૂ આર્થિક અપરાધી માલ્યાને ઝટકો, બ્રિટન હાઇકોર્ટ વિરુદ્વ અપીલ કરવાની અનુમતિ ના મળી

Social Share

લંડન: દેશની બેંકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડીને વિદેશ ભાગી જનાર ભાગેડૂ આર્થિક અપરાધી વિજય માલ્યાને બ્રિટનની કોર્ટે ઝટકો આપ્યો છે. વિજય માલ્યાને બ્રિટન ઉચ્ચ ન્યાયાલયના એક આદેશની વિરુદ્વમાં અપીલ કરવાની પરવાનગી ના મળી, જેમાં અદાલતે બંધ થઇ ચૂકેલી કિંગફિશર એરલાઇન્સની લોનના સંબંધમાં શરૂ કરવામાં આવેલ નાદારી કાર્યવાહીને રદ્દ કરવાનો ઇનકાર કર્યો હતો.

આપને જણાવી દઇએ કે, આ નાદારી કાર્યવાહી ભારતીય સ્ટેટ બેંકની આગેવાનીમાં ભારતીય બેંકોના એક સમૂહે શરૂ કરી હતી. વિજય માલ્યાએ બ્રિટન ઉચ્ચ ન્યાયલયના આદેશ વિરુદ્વ નવી અપીલ દાખલ કરી હતી. જેમાં ભારતના ઉચ્ચ ન્યાયાલયમાં ઋણના મામલે નિર્ણય આવવા સુધી નાદારીની કાર્યવાહી સ્થગિત કરવાની અનુમતિ આપી હતી.

માલ્યાના વકીલ ફિલિપ માર્શલે તર્ક કર્યું હતું કે, બેંકોની નાદારી યાચિકાને માત્ર સ્થગિત નથી કરી, પરંતુ રદ્દ કરવા માગે છે કારણ કે, આ ઋણ વિવાદિત છે અને ભારતીય અદાલતોમાં તેને ઇરાદાપૂર્વક ખેંચવામાં આવી રહ્યું છે. ન્યાયમૂર્તિ કોલિન બિર્સે લંડન ન્યાયાલયના અપીલીય પ્રભાગની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, હાલ આ એક નવો મુદ્દો છે, હું આ અપિલ માટે એક ઉચિત આધારના રૂપમાં સ્વીકાર નહીં કરું. કારણ કે આ મામલાને સુનાવણી દરમિયાન નિપટાવી શકાય છે, જે હાલ જારી છે.

નોંધનીય છે કે, માલ્યાના વકિલોએ બેંક દ્વારા ભારતમાં કથિત રૂપે અઘોષિત પ્રતિભૂતિયો સંબંધમાં પ્રક્રિયાના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો. જો કે ન્યાયાધિશે કહ્યું કે આને પહેલા પણ રદ્દ કરવામાં આવી ચૂકી છે. વિજય માલ્યા સામે  સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) ની આગેવાની હેઠળ 13 બેંકોએ નાદારીના કેસ દાખલ કર્યા છે. આ સંદર્ભમાં વિજય માલ્યાની લગભગ 29 મિલિયન ડોલરની સંપત્તિ કોર્ટ ફંડ્સ ઓફિસ (સીએફઓ)માં જમા છે.

(સંકેત)