Site icon Revoi.in

હાય રે મોંઘવારી! 24 કલાકમાં પ્રજાને ફરીથી ઝટકો, જથ્થાબંધ મોંઘવારી દર વધીને 14.23% નોંધાયો

Social Share

નવી દિલ્હી: દેશમાં પહેલાથી જ મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોએ વધુ એક ઝટકો લાગ્યો છે. રિટેલ મોંઘવારી બાદ હવે જથ્થાબંધ મોંઘવારી દર પણ વધીને 14.23 ટકા થઇ ચૂક્યો છે. પાંચ મહિનામાં ખાદ્યપદાર્થોના ભાવ ભડકે બળી રહ્યા છે. જથ્થાબંધ ભાવો આધારિત WPI ફુગાવો નવેમ્બરમાં એક વર્ષની ઊંચી સપાટી 14.23 ટકા પર પહોંચ્યો હતો. ખાદ્ય ચીજોના ભાવ વધવાને કારણે ફુગાવો વધ્યો છે.

નવેમ્બર માસ દરમિયાન શાકભાજી ઉપરાંત ઇંડા તેમજ માસના ભાવમાં પણ તેજી જોવા મળી હતી. આ ઉપરાંત જથ્થાબંધ ફુગાવામાં વધારવામાં ઇંધણ તેમજ વીજળીનો પણ મોટો ફાળો હતો. 3.7.18 ટકાની તુલનામાં નવેમ્બરમાં ભાવ 39.81 ટકા વધ્યા હતા. જો કે ઉત્પાદિત ચીજવસ્તુઓનો ભાવ ઓક્ટોબરમાં 12.04 ટકાની તુલનામાં થોડો ઘટીને 11.92 ટકા થયો હતો.

અગાઉ સોમવારે જાહેર થયેલા આંકડા અનુસાર નવેમ્બર મહિનામાં રિટેલ ફુગાવો પણ વધીને 4.91 ટકા નોંધાયો હતો. મુખ્યત્વે શાકભાજીના આસમાને પહોંચેલા ભાવને કારણે ફુગાવો વધ્યો હતો.