Site icon Revoi.in

વિશ્વની ટોચની બેંકોમાં ભારતની આ બેંકો સામેલ

Social Share

નવી દિલ્હી: વર્ષ 2020 હવે પૂર્ણતાના આરે છે ત્યારે વર્ષ 2020માં ટોચની બેંકોમાં એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બેંક, ભારતીય સ્ટેટ બેંક, પંજાબ નેશનલ બેંક અને એચએસબીસીનો સમાવેશ થયો છે. ગ્રાહકો વચ્ચે ગૂગલ પે અને ફોનપે અગ્રણી વોલેટ રહ્યા છે. એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. બેન્કિંગ, નાણાકીય સેવાઓ અને વીમા મૂવર્સ એન્ડ શેકર્સ-2020 રિપોર્ટમાં દેશના ટોચની 100 બેંકો અને ઉભરતા BFSI મોડલો જેવા કે વોલેટ અને યુપીઆઇ, નિયોબેંક, નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની, સ્મોલ ફાઇનાન્સ બેંકો અને પેમેન્ટ બેંકોની વાત કરવામાં આવી છે.

સાસ આધારિત સ્ટાર્ટ અપ વિજીકીના અહેવાલ અનુસાર આ વર્ષે વીમા ક્ષેત્રમાં પણ મોટા પાયે પરિવર્તન જોવા મળ્યું છે. રોગચાળા પછીની અસરોને કારણે વીમાની લોકપ્રિયતામાં વધારો થયો છે. રિપોર્ટ અનુસાર એચડીએફસી, આઇસીઆઇસીઆઇ, એસબીઆઇ, પીએનબી, એચએસબીસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, બેંક ઓફ બરોડા, ડોટયે બેંક અને આઇડીબીઆઇ બેંક 2020ની ટોચની 10 બેંકો છે.

નોંધનીય છે કે યુપીઆઇ અને વોલેટની માંગ પણ આ વર્ષે વધી છે. ગૂગલ પે લોકડાઉનની દુનિયામાં પ્રથમ નંબર પર મુવર એન્ડ શેકર રહ્યા છે. ફોન પેને બીજો ક્રમ મળ્યો છે. વોટ્સએપે આ વર્ષે તેની પેમેન્ટ સેવાઓ શરૂ કરી હતી, પરંતુ તે અન્ય કંપનીઓમાં પાછળ રહી ગઇ.

(સંકેત)