Site icon Revoi.in

શિષ્યવૃત્તિની આવક મર્યાદા વધારીને 6 લાખ કરતાં અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને વધુ લાભ મળશે

Social Share

ગાંધીનગર :  આંબેડકર જયંતિએ રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી હતી. જેમાં અનામત વર્ગના તમામ વિદ્યાર્થીઓને સરકારી યોજનાના લાભ માટે આવક મર્યાદા વધારાઈ છે. અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના લાભ માટે આવક મર્યાદા 2.5 લાખથી વધારીને 6 લાખ કરવામાં આવતા અનામત વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃતીને વધુ લાભ મળશે.

ગાંધીનગરમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી કે, દરેક યોજના માટે લાભ લેવા માટે 6 લાખની આવક મર્યાદા કરાઈ છે. એમફીલ પીએચડી સહિત શાળામાં ભણતા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે આવક મર્યાદામાં વધારો કરાયો છે. અગાઉ અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિના લાભ માટે આવક મર્યાદા 2.50 લાખ હતી. ત્યારે હવે 6 લાખ રૂપિયા સુધી આવક મર્યાદા ધરાવતા તમામ લોકોને શિષ્યવૃત્તિનો લાભ મળશે.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સહાયરૂપ થવા માટે ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે રાજ્ય સરકારે મહત્વની ભેટ આપીને તેમને અપાતી સહાયની આવક મર્યાદામા નોધપાત્ર વધારો કરીને રૂપિયા 6 લાખ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેનો અદાજે એક લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે. રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના સર્વાંગી અને આર્થિક વિકાસ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકારે અનેકવિધ નવતર આયામો હાથ ધરીને આ વખતના અંદાજપત્રમાં પણ પૂરતા પ્રમાણમાં નાણાંકીય જોગવાઇઓ કરી છે ત્યારે આ વધારો આ વિધાર્થીઓને સહાયરૂપ થવામા મહત્વની ભૂમિકા અદા કરશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિની આવક મર્યાદામાં વધારો કરવાથી રાજ્ય સરકાર ઉપર રૂપિયા 50 કરોડનું વધારા નુ ભારણ વિદ્યાર્થીઓ વતી ઉપાડશે. અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા પહેલા ગ્રામીણ વિસ્તાર માટે રૂપિયા 1.20 લાખ હતી, જયારે શહેરી વિસ્તારમાં પહેલા 1.50 લાખ હતી. જેને ધ્યાને લ।ઈને વઘુ વિદ્યાર્થીઓને લાભ મળે એ માટે આવક મર્યાદામાં સુધારો કરવામાં આવ્યો છે. જેનો ત્વરીત અમલ કરાશે. આ વધારાનો લાભ એસસી, ઓબીસી, ઇબીસી, માયનોરિટી વિદ્યાર્થીઓને લાભ મળશે.