Site icon Revoi.in

અમદાવાદના ધોલેરાના નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસને મંજૂરી આપતું કેબિનેટ

Social Share

અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ગુજરાતના ધોલેરા ખાતેના નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના પ્રથમ તબક્કાના વિકાસની દરખાસ્તને અંદાજિત રૂ.1305 કરોડ, 48 મહિનામાં પૂર્ણ થશે.

આ પ્રોજેક્ટ ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિમિટેડ (DIACL) દ્વારા અમલમાં મૂકવામાં આવી રહ્યો છે, જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI), ગુજરાત સરકાર (GoG) અને નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ એન્ડ ઈમ્પ્લીમેન્ટેશન ટ્રસ્ટ (NICDIT)નો સમાવેશ કરતી સંયુક્ત સાહસ કંપની છે. જે 51:33:16 ના ગુણોત્તર ઈક્વિટી ધરાવે છે.

ધોલેરા એરપોર્ટ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR)થી પેસેન્જર અને કાર્ગો ટ્રાફિક મેળવવાનું છે અને ઔદ્યોગિક ક્ષેત્રને સેવા આપવા માટે એક મુખ્ય કાર્ગો હબ બનવાની અપેક્ષા છે. આ એરપોર્ટ નજીકના પ્રદેશને પણ પૂરી કરશે અને અમદાવાદના બીજા એરપોર્ટ તરીકે સેવા આપશે.

ધોલેરા ખાતેનું નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ અમદાવાદ, એરપોર્ટથી 80 કિમીના હવાઈ અંતરે આવેલું છે. એરપોર્ટને વર્ષ 2025-26 થી કાર્યરત કરવાની યોજના છે અને પ્રારંભિક પેસેન્જર ટ્રાફિક વાર્ષિક 3 લાખ મુસાફરો હોવાનો અંદાજ છે, જે 20 વર્ષના સમયગાળામાં વધીને 23 લાખ થવાની ધારણા છે. વાર્ષિક કાર્ગો ટ્રાફિક પણ વર્ષ 2025-26 થી 20,000 ટન હોવાનો અંદાજ છે, જે 20 વર્ષના સમયગાળામાં વધીને 2,73,000 ટન થશે.