1. Home
  2. Tag "Dholera"

ધોલેરામાં સોલાર પાર્કની યુ.કે.ના નાયબ વડાપ્રધાન એન્જેલા રેનરે મુલાકાત લીધી

અમદાવાદઃ યુકેના નાયબ વડાપ્રધાન એન્જેલા રેનર હાલ ભારતની મુલાકાતે છે દરમિયાન તેઓ ગુજરાતમાં આવ્યા હતા.યુ.કે.ના શેડો નાયબ વડાપ્રધાન અને લેબર પાર્ટીના ડેપ્યૂટી લીડર એન્જેલા રેનર અને અન્ય ડેલિગેટ્સે ધોલેરામાં સ્થિત સોલાર પાર્કની મુલાકાત લીધી હતી. સોલાર પાર્કની મુલાકાત દરમિયાન એન્જેલા રેનરે સોલાર પાર્કથી ઉત્પન્ન થતી વીજળી, ટેકનિકલ બાબતો સહિત સોલાર પાર્કની સમગ્ર કામગીરીની માહિતી મેળવી […]

ગુજરાત સેમિકન્‍ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરીંગનું હબ બનશે, ધોલેરાની જાપાનીઝ ડેલિગેશને લીધી મુલાકાત

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વર્લ્ડ ક્લાસ ઈન્‍ડસ્ટ્રીયલ ડેવલપમેન્‍ટ માટે આપેલા આગવા વિઝનને અનુરૂપ ધોલેરામાં ગ્રીનફિલ્ડ ઈન્‍ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી 920 સ્ક્વેર કિલોમીટરમાં વિકસાવવામાં આવી રહ્યું છે. બેસ્ટ ઈન્‍ફ્રાસ્ટ્રક્ચર, ઉત્તમ કનેક્ટીવીટી, ઈન્‍ટરનેશનલ એરપોર્ટ, ફોર લેન એક્સ્પ્રેસ વે અને વિશાળ સોલાર પાર્ક જેવી શ્રેષ્ઠ સુવિધાઓનો અહીં વિકાસ થઈ રહ્યો છે તે સંદર્ભમાં ભારતમાં પોતાનાં રોકાણો-ઉત્પાદનો શરૂ કરવા […]

ધોલેરામાં 7000 હેકટરમાં ચેરનું વાવેતર કરાશે, મિષ્ટી પ્રોજેક્ટનો સોમવારેથી પ્રારંભ કરાશે

અમદાવાદઃ  ગુજરાતમાં આવતી કાલે 5મી જુનના રોજ વિશ્વ પર્યાવરણ દિન મનાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દેશભરમાં ‘મિષ્ટી’ (મેન્ગ્રુવ ઇનિશિયેટિવ ફોર સોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સ) પ્રોજેક્ટનો પ્રારંભ કરાશે, ત્યારે અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના કાદીપુર-ખૂણ ગામમાં પણ જન ભાગીદારીથી ચેરના વાવેતર થકી પર્યાવરણ દિવસની જિલ્લા કક્ષાની ઊજવણી કરવામાં આવશે. આ ‘મિસ્ટી’ પ્રોજેક્ટ પાછળનો હેતુ મેન્ગ્રુવ […]

ગુજરાતમાં ધોલેરા અને હિરાસર સહિત સમગ્ર દેશમાં 21 જેટલા ગ્રીનફિલ્ડ એરપોર્ટ સ્થપાશે

નવી દિલ્હીઃ ભારત સરકારે ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ પોલિસી, 2008 ઘડી છે જે બિહાર સહિત સમગ્ર દેશમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ સંબંધિત વિગતવાર માર્ગદર્શિકા, પ્રક્રિયાઓ અને પગલાં પ્રદાન કરે છે. GFA નીતિ હેઠળ, પ્રોજેક્ટના પ્રસ્તાવક- એરપોર્ટ ડેવલપર અથવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની સ્થાપના કરવા ઇચ્છુક સંબંધિત રાજ્ય સરકારે 2-તબક્કાની મંજૂરી પ્રક્રિયા માટે નિર્ધારિત ફોર્મેટમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયને દરખાસ્ત મોકલવી જરૂરી […]

ધોરાજી અને ઉપલેટામાં બ્રોડગેજ લાઈન હોવા છતાં ટ્રેનની સુવિધા અપુરતી

રાજકોટઃ સૌરાષ્ટ્રને રેલવે દ્વારા અન્યાય કરવામાં આવતો હોવાની લોક ફરિયાદો ઊઠી છે. જેમાં ધોરાજી, ઉપલેટા ખાતેથી બ્રોડગેજ લાઈન પસાર થાય છે. ઉપલેટા અને ધોરાજી તાલુકાના નાગરિકોને વ્યાપાર સંબંધમાં આંતર રાજય વ્યાપાર અને ધોરાજી ઉપલેટા તાલુકાના વિદ્યાર્થીઓ નજીકના જિલ્લાઓ તેમજ બીજા રાજયમાં અભ્યાસ કરતા હોય તેમની મુશ્કેલીના નિવારણ માટે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાએ જનરલ મેનેજર […]

ભાવનગર-અમદાવાદ હાઈવે પર ધોલેરા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણનાં મોત

અમદાવાદઃ રાજ્યના હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માત ધોલેરા નજીક સર્જાયો હતો.ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર પીપળી-વટામણ વચ્ચે મારૂતિ ઈકો કાર તથા ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ જણાના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં જયારે  ગંભીર રીતે ઘવાયેલા ચાર વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભાવનગર અમદાવાદ હાઈ-વે પર અમદાવાદના […]

અમદાવાદના ધોલેરાના નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસને મંજૂરી આપતું કેબિનેટ

અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ગુજરાતના ધોલેરા ખાતેના નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના પ્રથમ તબક્કાના વિકાસની દરખાસ્તને અંદાજિત રૂ.1305 કરોડ, 48 મહિનામાં પૂર્ણ થશે. આ પ્રોજેક્ટ ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિમિટેડ (DIACL) દ્વારા અમલમાં મૂકવામાં આવી રહ્યો છે, જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI), ગુજરાત સરકાર (GoG) અને નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ એન્ડ ઈમ્પ્લીમેન્ટેશન […]

ધોલેરામાં વાડાની આકારણી માટે 17 હજારની લાંચ લેતા તલાટી રંગેહાથ પકડાયા

અમદાવાદઃ ગુજરાતમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. જેમાં મહેસુલ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો પણ અવાર-નવાર ઉઠતી રહે છે. ગામડાંમાં ફરજ બજાવતા તલાટી-મંત્રીથી લઈને છેક રેવન્યુ વિભાગના અધિકારીઓ સુધી ભ્રષ્ટ્રાચાર થતા હોય છે. છેલ્લા મહિનામાં જ એસીબીએ લાંચ લેતા ઘણા કર્મચારીઓ-અધિકારીઓને પકડી પાડ્યા છે. છડેચોક લાંચ માગનારા સામે પણ હવે લોકોમાં જાગૃતિ […]

રાજયમાં અદ્યત્તન ડેટા સેન્ટર ધોલેરામાં સ્થાપવા સરકારની વિચારણા

ગાંધીનગરઃ ગુજરાત સરકાર 10મી વાયબ્રન્ટ સમિટ પહેલાં રાજ્યમાં અધતન ડેટાસેન્ટરની સ્થાપના કરવાનું વિચારી રહી છે આ સેન્ટર કેન્દ્ર સરકારના આદેશ પછી બનાવવામાં આવશે કે જેમાં એકીકૃત ગ્રીન હાઉસ ડેટા સેન્ટરનો કન્સેપ્ટ છે. આ સેન્ટર ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન (એસઆરઆર) વિસ્તારમાં ઉભું કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ડેટા સેન્ટર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code