Site icon Revoi.in

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022: ભારતને ‘ Country Of Honour’ નું મળ્યું સન્માન  

Social Share

મુંબઈ:2022નો ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022’ શરૂ થઈ ગયો છે.આ સમય ભારત માટે ઘણી રીતે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે.આ વખતે ભારતે પહેલીવાર ફિલ્મ ફેસ્ટિવલમાં ‘કન્ટ્રી ઓફ ઓનર’ તરીકે ભાગ લીધો છે. નોંધનીય છે કે,આ વર્ષથી જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘કન્ટ્રી ઓફ ઓનર’ની પરંપરા શરૂ કરવામાં આવી છે.ફ્રાન્સમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં વિશ્વભરમાંથી પસંદગીની ફિલ્મો અને દસ્તાવેજી દર્શાવવામાં આવે છે. શ્રેષ્ઠ ફિલ્મ અને કલાકારોને પુરસ્કાર આપવામાં આવે છે. ભારત આ ફેસ્ટિવલમાં સત્તાવાર ‘કન્ટ્રી ઑફ ઓનર’ તરીકે ભાગ લઈ રહ્યું છે અને આ ફેસ્ટિવલ 17 મેથી 28 મે સુધી ચાલશે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કુલ છ ભારતીય ભાષાઓની ફિલ્મો દર્શાવવામાં આવશે.આમાંથી એક ફિલ્મ છે ‘રોકેટ્રી – ધ નામ્બી ઈફેક્ટ’. આ ઉપરાંત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય પ્રતિનિધિમંડળના ભાગરૂપે દેશભરની હસ્તીઓ રેડ કાર્પેટ પર ચાલશે.

આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ તેની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે, જ્યારે ભારત માટે આ વર્ષ સ્વતંત્રતાનો અમૃત ઉત્સવ છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરના જણાવ્યા અનુસાર, આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ભારત માટે મહત્વપૂર્ણ છે કારણ કે ભારત અને ફ્રાન્સ તેમના રાજદ્વારી સંબંધોની વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે.

આ વખતે કાન્સ ફિલ્મ બજારમાં ભારતને સત્તાવાર રીતે કન્ટ્રી ઓફ ઓનરનો દરજ્જો આપવામાં આવ્યો છે.આ પહેલીવાર છે જ્યારે કોઈ દેશને આ સન્માન આપવામાં આવ્યું છે અને આ સન્માન એવા સમયે મળ્યું છે જ્યારે ભારત તેની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. ભારત અને ફ્રાન્સ પણ આ વર્ષે તેમના રાજદ્વારી સંબંધોના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે.